નર્મદા જિલ્લામાં મનરેગાના કામોમાં અધિકારીઓની મીલીભગત થી નિયમોનું ઉલ્લઘન

0
17

જાહેરાતો વિના ટકાવારી આપતી એજન્સીઓને કામો અપાતા હોવાની અન્ય અજેન્સીઓ ના માલિકો દ્વારા કલેક્ટર ને ફરિયાદ 

રાજપીપળા:
નર્મદા જિલ્લા માં મનરેગા હેઠળ ના કામો કોઈપણ જાહેરાત આપ્યા વિના બરોબર મળતિયા અજેન્સીઓ ને આપી અમુક અધિકારીઓ પોતાના રોટલા શેકી રહ્યા હોવાની રજુઆત અન્ય અજેન્સીઓ ના સંચાલકો દ્વારા કલેક્ટર સમક્ષ થતા હાલ ભૂકંપ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

નર્મદા જિલ્લા જળ સ્ત્રાવ વિકાસ સમિતી નરેગા હેઠળ હાલમાં ચેકડેમો, ચેકવોલ, નાડાપ્લગ, પથ્થરપારા જેવા વિવિધ કામો નર્મદા જિલ્લા ના અનેક વિસ્તારોમાં ચાલે છે આ કામોમાં નિયમ મુજબ કોઈ પણ પ્રકારની જાહેરાતો વગર સંબંધિત અધિકારીઓએ મોટી ટકાવારી લઈ અન્ય મળતિયા અજેન્સીઓ ને આપ્યા છે જિલ્લા વિકાસ સમિતિના કર્મચારીઓ પોતાના સગાવહાલાને આ કામોમાં સામેલ કરેલ છે ત્યારે અમારી જાણ મુજબ આ કામો જેતે અજેન્સીઓ ને વર્ક ઓર્ડર આપ્યા વિના ચાલુ કર્યા છે તેમજ નિયમ મુજબ કોઈ પણ પ્રકાર ના ભાવ પત્રક પણ મંગાવ્યા નથી માટે આ બાબતે જો જીણવટભરી તપાસ કરાય તો મોટા કૌભાંડો બહાર આવવાની સંભાવના છે ત્યારે આ કામોમાં જળ સ્ત્રાવ વિકાસ સમિતિના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ની ભાગીદારી હોવાનું પણ જાણવા મળ્યું છે માટે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાયદાકીય પગલાં લઈ કાર્યવાહી કરવા અન્ય અજેન્સીઓ ના સંચાલકો પૈકી રાજુભાઈ વસાવા, કનુભાઈ વસાવા, અજયભાઇ વસાવા સહીત ના લોકો એ નર્મદા કલેક્ટર ને લેખિત રજુઆત કરી છે અને જો અમારી આ વિંનતી બાબતે યોગ્ય કાર્યવાહી નહિ કરાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા પણ નહિ ખચકાઈશું તેવી ધમકી પણ આપી છે સાથે કલેક્ટર ને આપેલી આ રજુઆત ની નકલ રાજ્યપાલ મુખ્ય મંત્રી ડી ડી ઓ ને પણ રવાના કરી હોવાનું જાણવા મળ્યું છે. 

ચીફ રિપોર્ટર,
નર્મદા,ભરત શાહ, મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY