રાજપીપલા શહેરમાં રખડતા આખલાઓ નો આતંક: તંત્ર દ્વારા કોઈ ઘટનાની રાહ જોવાઇ રહી છે!

0
149

રાજપીપલા:
રાજપીપલા શહેરમાં નગરપાલિકા પ્રમુખ દ્વારા સફાઈ બાબતે ખાશ તકેદારી રાખવા કડક સૂચના છે અને સ્વછતા પણ સારી છે ત્યારે શહેરમાં લાંબા સમયથી રખડતા ઢોરોએ નાકે દમ કરી મુક્યો હોય તેમ પાલિકા દ્વારા વારંવાર પાંજરે પુરી દંડ વસૂલવા છતાં માલિકો તેમના ઢોર ફરી છુટા મુકતા ગામમાં તેના મળ મૂત્રને કારણે ગંદકી થાય છે સાથે સાથે આખલા અને ગધેડાઓના આતંકમાં રસ્તે ચાલતા વૃધ્ધો અને બાળકો શિકાર બને છે જેમાં શાળાએ જતા આવતા નાના બાળકો માટે વધુ જોખમ છે પરંતુ પાલિકા કે જંગલ વિભાગ પાસે અખલાઓ ને જબ્બે કરે આવી કોઈ ખાશ ટિમ નથી અને કોઈ સાધનો પણ નથી ત્યારે જિલ્લા કલેક્ટર આ ગંભીર બાબતને ધ્યાને લઈ બહાર થી કોઈ ખાશ ટિમ બાલાવવા પગલાં લે તે સૌના હિતની વાત છે. જોકે આજકાલ અધિકારીઓ કોઇ ગંભીર ઘટનાની રાહ જોયા પછીજ કામગીરી કરતા હોય એમ લાગી રહ્યું છે.

રિપોર્ટર- ભરત શાહ, રાજપીપળા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY