નર્મદા જિલ્લા ના સાગબારા અને સેલંબા માં ચાલતા ત્રણ જુગારધામો પર પોલીસ ત્રાટકી ,91 હજાર ના મુદ્દામાલ સાથે કુલ 23 જુગારીયાને ઝડપી પાડ્યા

0
141

રાજપીપલા: નર્મદા જિલ્લા પોલીસ હાલ દારૂ જુગાર ના ધંધા ને જિલ્લા માંથી એકદમ નાબૂદ કરવા મથામણ કરી રહી છે ત્યારે ગતરોજ સાગબારા ટાઉન અને સેલંબા ટાઉન માં ચાલતા ત્રણ જુગાર ના અડ્ડા પર છાપો મારી કુલ 91,165  રૂપિયા ના  મુદ્દામાલ સાથે 23 જુગારીયા ને ઝડપી જુગારધારા ની કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરતા આખા જિલ્લા માં ખૂણે ખાચરે ચાલતા જુગારીયા તત્વો માં ફફડાટ ફેલાયો છે

નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા ના સીધા માર્ગદર્શન મુજબ જિલ્લા માં ઠેર ઠેર ચાલતા દારૂ જુગારના નાના મોટા તમામ ધંધા બંધ કરવા પોલીસ ની અલગ અલગ ટીમો ઘણા દિવસો થી કમર કસી રહી છે છતાં રોજ નવા નવા ઠેકાણે આ વેપલો જોવા મળેજ છે ત્યારે પોલીસે પણ જાણે પીછો નહિ છોડવાની સોગંદ ખાધી હોય એમ રોજ નવા નવા અડ્ડાઓ પર છાપા મારી કેશો કરતા હવે બેનંબરિયા તત્વો માં ફફડાટ જરૂર ફલાયો  છે .
રિપોર્ટર.ભરત શાહ.
નર્મદાજીલ્લો

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY