રાજપીપળા : ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા આજથી અચોકસમુદતની દેશ વ્યાપી હડતાલ નો પ્રારંભ કરતા સમગ્ર દેશમાં પોસ્ટલ સેવાઓ ખોરવાઈ ગઈ છે, જેમાં નર્મદા જિલ્લાના પણ 200 થી વધુ કર્મચારીઓ ગ્રામીણ ડાક સેવકો જોડાયા અને રાજપીપલા પોસ્ટ ઓફિસ ખાતે એક મિટિંગ કરી મોટી સંખ્યાયા માં ભેેગા થયા અને રાજપીપલા ના જાહેર માર્ગ પર રેલી યોજી જિલ્લા કલેક્ટર નર્મદા ને પ્રધાનમંત્રી ને સંબોધતું આવેદન પત્ર આપ્યું।. જેમાં ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમ્પ્લોઇઝ યુનિયનના આ.જનરલ સેકરેટરી એ.વી સૂફી, પુષ્પેન્દ્રસિંહ ગોહિલ, ચંદ્રસિંહ ચૌહાણ, મહેન્દ્ર મકવાણા, કનુ પટેલ સહીત આગેવાનો અને કર્મચારીઓ જોડાયા હતા.
આ બાબતે ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમ્પ્લોઇઝ યુનિયનના આ.જનરલ સેકરેટરી એ.વી સૂફીએ જણાવ્યું હતું કે દેશના ખૂણે ખૂણા, દુર્ગમ અને છેવાડાના ગામો વિસરોમાં જઈને સરકારી અનેક સેવાઓ પોસ્ટ ના કર્મચારીઓ પ્રદાન કરે છે, કેન્દ્રના તમામ કર્મચારીઓ ને 1 જાન્યુ 2016 થી સાતમા પગાર પંચના તમામ લાભો મળી ગયા પરંતુ ગ્રામીણ ડાક સેવક માટે નિમાયેલ કમલેશ ચંદ્ર કમિટીએ પોતાનો રિપોર્ટ આપવામાં 12 મહિના લગાવી દીધા અને આપ્યા ત્યારે રિપોર્ટના આભ્યાસ માં સરકારે 17 મહિના લગાવી દીધા, હવે અમે લાંબા સમયથી કેબિનેટની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે કમલેશચન્દ્ર કમિટીએ જે ભલામણો કર્મચારીઓ માટે કરી છે તા તમામ મળવી જોઈએ ની માંગ કરી છે અને સરકાર જ્યાં સુધી મંજુર નહિ કરે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ પર રહીશુ ની વાત કરી હતી
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મોં.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







