કિન્નરોનો જલસો: ફિલ્મી ગીતો પર ડાન્સ કરીને મહેફિલ રંગીન બનાવી

0
198

રાજપારડી: ભરૂચ જિલ્લાના રાજપારડી ખાતે તા.17થી શરૂ થયેલા અખીલ ભારતિય કિન્નર સમાજના સંમેલનમાં દેશ ભરમાંથી 3000થી વધુ કિન્નરોએ ભાગ લીધો છે. 12 દિવસ યોજનારા અા સંમેલનમાં વિવિધ કાર્યક્રમો સાથે રોજ રાતે મહેફિલ રંગ જમાવી રહી છે. રોજ રાત્રે યોજાતા મહેફિલના કાર્યક્રમોમાં કિન્નરો દ્વારા સમુહ કે એકલા ફિલ્મી ડાન્સ સહિત વિવિધ ગીતો પર ડાન્સ કરીને આનંદ કરી રહ્યાં છે. જ્યારે કિન્નરોના આ ભવ્ય કાર્યક્રમોની નિહાળવા મોડીરાત સુધી રાજપારડીના નગરજનો અને આસપાસના લોકો પણ ઉમટી રહ્યાં છે. વિવિધતામાં એકતા જેવા આ કાર્યક્રમમાં દેશ ભરમાંથી વિવિધ પ્રદેશના કિન્નરો એક જુટ નજરે પડે છે. અાગામી તા. 29મીએ સંમેલનની પુર્ણાહૂતિ થશે. તસવીરમાં ગુરૂવારના રોજ રાતે રાજપારડી ખાતે યોજાયેલા ભવ્ય મહેફિલના કાર્યક્રમમાં આનંદ ઉલ્લાસ સાથે ડાન્સમાં લીન કિન્નરો નજરે પડે છે.

જે દિવસે ધરતી પર એક પણ કિન્નર નહીં હોય ત્યારે સૃષ્ટિનો વિનાશ નક્કી

રાજપારડી ખાતે અત્યારે દેશભરના કિન્નરો એકત્ર થઇ તેમના રીતીરીવાજોના જતન માટે મંથન કરી રહયાં છે. કિન્નર સમાજમાં પૂર્વજોનો રોટલો ખવડાવવાની પ્રથા ચાલતી આવે છે જેના ભાગરૂપે સંમેલન યોજી 12 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. માંડવા મુહુર્ત, જવારા, કુંભારના ઘરે પૂજા, ગોત્રજ ઘડા લાવવા, નવચંડી યજ્ઞ, મોસાળા, જમણ સહિતના કાર્યક્રમો યોજાઇ રહયાં છે.

– 700 વ્યકતિઓનું રોજનું જમણવાર

– 50 કીલો દરરોજ ચોખા અને દાળનો વપરાશ

– 30 કીલો શાકભાજીનો થતો ઉપયોગ

– 15 લીટરથી વધારે દુધનો વપરાશ

– 10 કીલો તેલની રોજની ખપત

– 10 થી વધુ માણસો રસોઇ બના

નાયક પુનમકુંવર ચંપાકુંવર, નાયક રેખાકુંવર લાડુકુંવર, નિલમકુંવર રેખાકુંવર નાયક, રાખીકુંવર નિલમકુંવર સહિતના અગ્રણીઓના સાનિધ્યમાં સંમેલનનું સફળ આયોજન કરાયું છે.  નાયક પૂનમકુવર ચંપાકુવરે જણાવ્યું હતું કે, અમારા સમાજમાં પૂર્વજોનો રોટલો ખવડાવવાની વિધિ કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે સંમેલન યોજાવ્યું છે. સંમેલનમાં ગુરૂને અપશબ્દો બોલનારા ચેલાઓને પંચ સમક્ષ હાજર કરી તેમની સામે કાર્યવાહી કરવાનો ઠરાવ કરાયો છે. અમારા સમાજની મોસાળા, જમણ સહિતની વિધિઓ કરવામાં આવશે. જે દિવસે ધરતી પર એક પણ કિન્નર નહીં હોય ત્યારે સૃષ્ટિનો વિનાશ નક્કી છે.

રાજપારડીના 40થી વધુ યુવાનોનું સેવાકાર્ય અખિલ ભારત કિન્નર સંમેલન માટે એક વર્ષથી જગ્યાથી શોધખોળ ચાલી રહી હતી. અંતે રાજપારડીના સખાવતીઓએ તેમના ખાલી પ્લોટની ફાળવણી કરતાં 700થી વધારે લોકો રોકાણ કરી શકે તેવો વિશાળ શમિયાણો બનાવવામાં આવ્યો છે. રાજપારડી નગરના 40થી વધારે યુવાનો સંમેલનમાં સેવાઓ આપી રહયાં છે.

દૂધ પીવાની રસમ 14 પેઢી સુધી નિભાવવાની હોય છે કિન્નર સમાજમાં મોસાળાની વિધિ કરવામાં આવે છે. આ વિધિમાં કિન્નરો એક વાટકામાં દુધ લઇ તેમાંથી એકબીજાને પીવડાવતા હોય છે. દુધ પીવાની રસમ 14 પેઢી સુધી નિભાવવામાં આવતી હોય છે. આ ઉપરાંત શીરાનું જમણ, માલપુડાનું જમણ સહિતના વિવિધ જમણ જમાડવામાં આવતાં હોય છે.

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY