મિત્ર પાસેથી ઉછીના લીધેલા રૂપિયા પરત ના કરતા મિત્ર એ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
રાજપીપળા : રાજપીપળા ની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે નેગોશિએબલ ઈન્સ્ટુમેન્ટ ની કલમ 138 મુજબ ઉછીના નાણાં પરત ના આપતા યુવાનનો ચેક બાઉન્સ થતા કોર્ટે 1 વર્ષની સાદી કેદ ને 10 હજાર દંડ ફટકાર્યો ચેક બાઉન્સ ના કેશો વધતા હવે લેણદારોમાં ફાફળાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકાના વરખડ ગામના રહીશ અશોક અરવિંદ પટેલે મિત્રતામાં નવપરા ગામનો રહીશ ચિરાગ ઈશ્વર પટેલ ને નાણાં ની જરૂર હોય મદદ કરી હતી ચિરાગ પટેલે અરવિંદ પટેલ પાસેથી 9.90 લાખ રૂપિયા લીધા હતા.જે સમય મર્યાદા પુરી થતા માંગવા છતાં આપ્યા નહિ અને બેન્ક ઓફ બરોડાનો ચેક આપ્યો જે ચેક બેંકમાં નાખતા બાઉન્સ ગયો હતો એટલે અશોક પટેલે ચિરાગ સામે નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ ની કલમ અન્વયે રાજપીપલા ની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ કરી જે કેશ ચાલી જતા એડવોકેટ એસ.એમ.મલિક દ્વારા ધારદાર રજૂઆત કરતા નામદાર કોર્ટે નવાપરા ગામનો રહીશ ચિરાગ ઈશ્વર પટેલ ને એક વર્ષની સાદી કેદ અને 10 હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






