………શર્મનાક,પંજાબ રેલ દુર્ઘટના લોકો મદદ માટે ભીખ માંગતા રહ્યા અને ગઠિયાઓ પર્સ-ફોન ચોરી ગયા

0
10

અમૃતસર,તા.૨૧
અમૃતસરમાં બનેલી ટ્રેન દુર્ઘટનાને કારણે સમગ્ર દેશના લોકો આઘાતમાં છે. અનેક લોકોએ તેમના પ્રિયજનોને અગ્નિદાહ આપ્યું છે. આ દુર્ઘટનામાં એક એવી ઘટના બની કે જેને જાઈને માણસાઈ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જાય. એક તરફ રેલ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો મદદ માટે વિનંતીઓ કરી રહ્યા હતા ત્યારે બીજી તરફ કેટલાક લોકો તેમની મદદ કરવાની જગ્યાએ તેમના મોબાઈલ ફોન, પાકિટ અને ઘરેણા ચોરવામાં વ્યસ્ત હતા.
રિપોટ્‌ર્સ મુજબ મૃતકોના પરિવારજનોએ જણાવ્યું કે, જ્યારે તેઓ તેમના પ્રિયજનોના શબ પ્રાપ્ત થયા ત્યારે તેમના મોબાઇલ ફોન, પાકિટ, ધરેણા મળ્યા નહતા.એક મુતકના પરિવારજને જણાવ્યું હતું કે, જ્યારે તેમને તેમના પુત્રનો મૃતદેહ પ્રાપ્ત થયો ત્યારે તેનો ૨૦ હજારનો ફોન, સોનાની ચેન અને તેનો પાકિટ ચોરાઇ ગયું હતું.
ત્યાંજ કમલ કુમાર નામક એક શખ્સે જણાવ્યું કે, તેમનો ૧૯ વર્ષીય પુત્ર તેના મિત્રો સાથે રાવણ દહન નિહાળવા ગયો હતો, ઘટના બાદ તેનો મૃતદેહ પરત આવ્યો છે. કમલ કુમારે વધુમાં જણાવ્યું કે, તેમના પુત્રનો ફોન અત્યાર સુધી પ્રાપ્ત થયું નથી.
આ ઘટનામાં ઘવાયેલા દીપક કુમારે જણાવ્યું કે, આ ઘટનામાં તેમની પુત્રીનું મોત થયપં છે, અને તેમનું પુત્ર અત્યંત ગંભીર સ્થિતીમાં છે. તેમણે જણાવ્યું કે, જ્યારે તેમણે મદદ માટે પુકાર લગાવી રહ્યા હતો ત્યારે એક શખ્સ તેમની પાસે આવ્યો અને તેમનું મોબાઇલ ફોન લઇને ભાગી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘટનામાં લગભગ ૭૦ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘવાયા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY