નેપિયર,તા.૨૩
થોડા સમયના વિરામ બાદ મેચ ફરી ચાલુ કરી દેવામાં આવી છે. હાલ ટીમ ૫૫/૧ના નુકસાન સાથે રમી રહી છે. પહેલી વિકેટ તરીકે ભારતે રોહિત શર્માની વિકેટ ગુમાવી હતી. રોહિત ૨૪ બોલમાં ૧૧ રન કરીને આઉટ થયો હતો. ૧૫૭ રનનો પીછો કરી રહેલી ભારતીય ટીમના ખેલાડીઓને સૂર્યનો પ્રકાશ આવતો હોવાથી મેચ સ્થિગિત કરવામાં આવી હતી.
મોટાભાગે ક્રિકેટ ગ્રાઉન્ડમાં પીચ નોર્થ-સાઉથને ફેસ કરતી હોય છે, પરંતુ મેક્લીન પાર્ક, નેપિયર ખાતે પીચ ઇસ્ટ-વેસ્ટને ફેસ કરે છે. જેના કારણે મેચ દરમિયાન બેટ્સમેનની આંખમાં સૂર્યનો સીધો પ્રકાશ પડતા મેચ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. આ નિર્ણય અંપાયરના નિર્દેશ અનુસાર લેવામાં આવ્યો હતો.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી વન-ડેની બીજી ઇનિંગમાં ખેલાડીઓને સૂર્યનો સીધો પ્રકાશ નડતો હોવાથી અંપાયર એમ્પાયર શાન દ્વારા મેચને થોડા સમય માટે સ્થિગિત કરવામાં આવી હતી. એમ્પાયર શાન જણાવ્યું હતું કે સૂર્ય સીધો પ્રકાશ બેટ્સમેનના આંખમાં આવી રહ્યો હતો.
તેથી પ્લેયર્સની સેફટીને ધ્યાનમાં રાખતા, પરિસ્થિતિ સુધરે નહીં ત્યાર સુધી મેચને સ્થિગિત કરવામાં આવી છે. મેં મારા ૧૪ વર્ષના કરિયરમાં પ્રથમ વખત ક્રિકેટના મેદાન પર આવી ઘટના બનતા જાઈ છે.
નેપિયરના મેયર બીલ ડેલ્ટોનનું કહેવું છે કે અમને હતું કે આવી ઘટના બની શકે છે અને તે બની પણ ગઇ. અમે આ બાબતે એક પ્લાન તૈયાર કરી રહ્યા છીએ. અમે નેપિયરને ન્યુઝીલેન્ડનું સૌથી મોટું મલ્ટી સપોર્ટ ગ્રાઉન્ડ બનાવવા માંગીયે છીએ. આ પ્રોજેક્ટ પાછળ ૫ મિલિયન ડોલરનો ખર્ચો કરવામાં આવશે. આ પ્રોજેક્ટ બાદ આવી કોઇ સમસ્યા તો નહીં જ આવે પરંતુ તેની સાથે અહીંયા ક્રિકેટથી લઈને રગ્બી જેવી અનેક રમત રમી શકાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



