આઈપીએલમાં પોતાના વર્કલોડનું મેનેજમેન્ટ કરવું ખેલાડીઓની જવાબદારીઃ કોહલી

0
6

ન્યુ દિલ્હી,તા.૧૪
ભારતીય ખેલાડીઓ વિશ્વકપ પહેલા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં રમવાથી તેના પર પડી રહેલો કામનો ભાર ચર્ચાનો વિષય બન્યો છે, પરંતુ કેપ્ટન વિરાટ કોહલીએ આ નિર્ણય પોતાના સાથીઓ પર છોડી દીધો છે કે તેણે ટી૨૦ ટૂર્નામેન્ટમાં કેટલા મેચ રમવા છે અને કેટલા નહીં. આઈપીએલ ૨૩ માર્ચથી શરૂ થશે અને તેના સમાપનના તરત બાદ ભારતીય ટીમે ઈંગ્લેન્ડ રવાના થવાનું છે જ્યાં ૩૦ મેથી વિશ્વકપ રમાશે. પસંદગી સમિતિના અધ્યક્ષ એમએસકે પ્રસાદ પહેલા જ કહી ચુક્યા છે કે ખેલાડીઓ પર પડી રહેલા કામના ભારને લઈને ફ્રેન્ચાઇઝી સાથે વાત કરવામાં આવી છે, પરંતુ કોહલીએ કહ્યું કે, પોતાના કાર્યભારને વ્યવસ્થિત કરવો ખેલાડીઓનું કામ છે.
કોહલીએ કહ્યું, અમે ખેલાડીઓની પોતાની બુદ્ધિથી કામ લેવા અને ફ્રેન્ચાઈઝી મેનેજમેન્ટને જાણ કરવાની જવાબદારી આપી છે. તે અમારા ફિઝિયો પૈટ્રિક ફરહાર્ટના સંપર્કમાં રહેશે. વિશ્વકપ માટે તમામ વસ્તુ પર ધ્યાન રાખવામાં આવશે અને તેમાં કાર્યભાર પણ સામેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY