ન્યુ દિલ્હી,તા.૧૭
ચૂંટણી પહેલા કોઈ પણ સંજાગોમાં મતદારોને રિઝવવા માટે ભરપૂર પ્રયાસો કરી રહેલી મોદી સરકાર આ વખતે પરંપરા તોડીને વચગાળાના બજેટની જગ્યાએ પૂર્ણ કક્ષાનુ બજેટ રજૂ કરશે તેવી અટકળો થઈ રહી છે.
સામાન્ય રીતે ચૂંટણીના વર્ષમાં સરકાર ઈન્ટરિમ એટલે કે વચગાળાનુ બજેટ રજૂ કરતી હોય છે પણ જા પૂર્ણ કક્ષાનુ બજેટ રજૂ થાય તો શક્ય છે કે સરકાર ચૂંટણીમાં બદલાઈ જાય તો બજેટની નીતિઓને નવી સરકાર બદલી નાંખે.જેના કારણે સરકારો પૂર્ણ કક્ષાનુ બજેટ મોટાભાગે રજૂ નથી કરતી.
જાકે સરકાર આ પ્રકારની પરંપરા આ વખતે તોડે તેમ લાગી રહ્યું છે.બજેટ માટે વિવિધ ક્ષેત્રના લોકો સાથે બેઠકો યોજીને અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે.જેમાં ભાગ લેનારાઓ પણ માની રહ્યા છે કે સરકાર પૂર્ણ બજેટ રજુ કરવાના મૂડમાં છે.
મોદી સરકાર અન્ય વર્ષોની જેમ પૂર્ણ કક્ષાનુ બજેટ પણ રજૂ કરે તેવી શકયતાઓ છે.નાણા મંત્રાલય અને ભારત સરકારના એક ટ્વિટમાં પણ ૧ ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ અથવા તો બજેટ ૨૦૧૯ રજૂ કરવાનો સંદેશો અપાયો છે.ઈન્ટરિમ બજેટ માટે સ્વીકાર્ય વોટ ઓન એકાઉન્ટ શબ્દનો ઉપયોગ નથી કરાયો.સોશ્યલ મીડિયાના હેશટેગ્સમાં પણ બજેટ ૨૦૧૯ જ લખવામાં આવી રહ્યું છે.
બજેટમાં સરકાર મતદારો માટે ટેક્સ સ્લેબમાં બદલાવ, નવી સ્કીમો અને નવી જાહેરાતો કરી શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


