ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિની ફિલ્મ પર કામ શરૂ

0
5

મુંબઇ,તા.૧૭
બોલિવૂડમાં જયારે એક પછી એક બાયોપિક રિલિઝ થઈ રહી છે ત્યારે હાલ ફિલ્મમેકર સંજય ત્રિપાઠી દેશની IT ક્ષેત્રની જાણીતી કંપનીના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિના જીવન વિશેના પ્રોજેકટ પર કામ કરી રહ્યાં છે. આ અંગેની માહિતી ડેવલોપમેન્ટ સાથે સંકળાયેલા બે એક્ઝિક્યૂટીવે એક અખબારને આપી છે.
આઠ મહિના અગાઉ પ્રથમ વખત ત્રિપાઠીએ મૂર્તિ પર ફિલ્મ બનાવવા બાબતે ઈચ્છા વ્યક્ત કરી હતી. આ માટે ત્રિપાઠીએ મૂર્તિની મુલાકાત તેમના ઘરે બે વખત કરી હતી. અને આ અંગે ખૂબ જ ચર્ચા-વિચારણા કર્યા બાદ મૂર્તિએ આ પ્રોજેકટને મંજૂરી આપી છે.
આ અંગેના અહેવાલો મૂજબ, નારાયણ મૂર્તિએ ફિલ્મમેકરને ફિલ્મને રસપ્રદ બનાવવા માટે હકીકતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવા જણાવ્યું છે. લગભગ તમામ લોકોને એ વાતની જાણ છે કે મૂર્તિએ કંપની શરૂ કરવા માટે તેમની પત્ની પાસેથી ૧૦,૦૦૦ રૂપિયાની લોન લીધી હતી. મૂર્તિએ આ અંગે જણાવ્યું હતું કે આ વાસ્તવિકતામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવામાં આવે. પરંતુ ફિલ્મમેકર આ બાબતને લોકો સમજી શકે તે રીતે રજૂ કરી શકે છે. અને તે માટે તે સ્વતંત્ર છે.
જાકે આ બાબતે મૂર્તિએ કોઈ માહિતી આપી નથી. નારાયાણ મૂર્તિ ટૂંક સમયમાં જ ઈન્ફોસિસ પર એક બુક બહાર પાડે તેવી શકયતા છે. મૂર્તિએ આઈઆઈટી કાનપુરમાંથી અભ્યાસ કર્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY