ભારતીય ક્રિકેટ ટીમ માટે આ વર્ષ ઝડપી બોલર્સનું રહ્યું : ઈરફાન

0
307

ન્યુ દિલ્હી,તા.૨૭
ભારતના પૂર્વ ખેલાડી અને ડાબોડી ઝડપી બોલર ઈરફાન પઠાણએ જણાવ્યું છે કે ૨૦૧૯નું વર્ષ ભારત માટે ઝડપી બોલર્સના ઉદયનું રહ્યું છે. આ વર્ષે ઝડપી બોલર્સનો જાદુ ચાલ્યો હતો અને તે ભારત માટે હાઈલાઈટ રહી છે. બીજીતરફ પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષમણે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીને તેની ૨૦૧૯ની સૌથી શ્રેષ્ઠ પળ પૈકીની એક ગણાવી હતી.
ઈરફાન પઠાણે જણાવ્યું કે, ‘ચાલુ વર્ષે ઝડપી બોલર્સે દેશ માટે સુંદર બોલિંગ પ્રદર્શન કર્યું છે અને અત્યાર સુધીની આ સૌથી શ્રેષ્ઠ બોલિંગ લાઈન અપ રહી છે. તેઓ ક્યા ઉદ્દેશથી બોલિંગ કરી રહ્યા હતા તે આપણે જોયું, તેઓ જોરદાર સ્વિંગ સાથે બોલિંગ કરી હતી અને બોલ નવો હોય કે જૂનો તે ગૌણ બાબત રહી હતી. બોલિંગની બાબતે ભારતીય ટીમ માટે આ વર્ષ ઝડપી બોલર્સનું રહ્યું હતું અને આ એક હાઈલાઈટ બની રહી હતી.’
નોંધનીય છે કે ૨૦૧૯માં ભારતીય ટીમના ઝડપી બોલર્સે તરખાટ મચાવ્યો હતો. ભારતીય ટીમમાં અનેક નવા બોલર્સનો ઉદય થયો હતો જ્યારે જૂના બોલર્સે પણ પોતાની લય પરત મેળવી હતી. ચાલુ વર્ષે ટેસ્ટ મેચમાં ઉમેશ યાદવ (૨૩), ઈશાંત શર્મા (૨૫) અને મોહમ્મદ શમીએ (૩૩) મળીને ૮૧ વિકેટો ઝડપી હતી. આ સાથે જ ભારતીય પેસ બેટરીની સરેરાશ ૨૦થી ઓછી રહી છે. અગાઉ કોઈ ત્રણ પેસર્સે ૨૦થી ઓછી એવરેજમાં ૨૦થી વધુ વિકેટ ઝડપી હોય તેવી ઘટના ૧૯૭૮માં જોવા મળી હતી. તે સમયે ઈઆન બોથામ, ક્રિસ ઓલ્ડ અને બોબ વિલિસની ત્રિપુટીએ આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY