વિકાસ..?!! ગિરનાર પર શૌચાલય કે પીવાનાં પાણીની સુવિધા પણ નહિ

0
151

જુનાગઢ,તા.૨૮
ગિરનાર પર્વત પર વર્ષે લાખો યાત્રાળુ આવે છે. ગિરનાર વિકાસ માટે ગિરનાર વિકાસ સત્તા મંડળની રચના કરવામાં આવી છે. અગાઉ મંડળની બેઠક મળવાની હતી. પરંતુ કોઇ જ કારણોસર રદ થઇ હતી. ગિરનાર વિકાસ જૂનાગઢનાં આર્થિક વિકાસ માટે જરૂરી બન્યો છે. ગિરનાર અને ભવનાથમાં અસુવિધાની ભરમાર છે. મુખ્ય તો ગિરનાર પર્વત ઉપર પીવાનાં પાણીની મોટી સમસ્યા છે. અહીં આવતા પ્રવાસીઓને વેંચાતું પાણી લેવું પડી રÌšં છે. તેમજ શૌચાલયની પણ કોઇ સુવિધા નથી.
પાણીની એક બોટલનાં ગિરનાર પર્વત ઉપર ૪૦થી ૫૦ રૂપિયા લેવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત ગિરનાર પર્વત ઉપર શૌચાલયની મુખ્ય સમસ્યા છે. ગિરનાર પર્વત ઉપર શૌચાલય બનાવવામાં આવ્યાં છે, પરંતુ પાણીનાં અભાવે હાલ તેમાં તાળાં મારી દેવામાં આવ્યાં છે. કેટલાક શૌચાલયનાં દરવાજા પણ તૂટી ગયા છે. ગિરનાર પર નીચેથી ઉપર સુધી પાણીની વ્યવસ્થાનો પ્રોજેક્ટ અધૂરો છે. ગિરનાર પર્વત ઉપર નીચેથી પાણી પહોંચાડવાનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ લાંબા સમયથી લટકીને પડ્યો છે. ગિરનાર વિકાસ સત્તા મંડળ દ્વારા આ પ્રોજેક્ટને કાર્યવંત કરવામાં આવે તે જરૂરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY