ન્યૂયોર્ક,તા.૯
અમેરિકાના એક પ્રમુખ ન્યૂઝપેપરે કહ્યું કે, પાકિસ્તાને ભારત પર હુમલો કરનારા આતંકવાદી જૂથો પર કિયારેય ગંભીરતાથી કાર્યવાહી નથી કરી. ન્યૂયોર્ક ટાઇમ્સ ન્યૂઝપેપર ‘This is where a nuclear exchange is most likely (it’s not North Korea)’ નામથી એક લેખમાં આ ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. દ્ગરૂએ ચેતવણી આપી છે કે, બંને દેશોની વચ્ચે પરમાણુ યુદ્ધનું જાખમ યથાવત છે અને તેનું દીર્ઘકાલિન સમાધાન આતંરરાષ્ટ્રીય દબાણ વગર સંભવ નથી.
અખબારે કહ્યું કે, ગત સપ્તાહે બંને દેશોની વચ્ચે તણાવ બાદ સંબંધોમાં શાંતિ સમાધાન શકીય નથી. જ્યારે-જ્યારે પાકિસ્તાન અને ભારતે પોતાના મુખ્ય મુદ્દા એટલે કે, કાશ્મીરના ભવિષ્ય પર સમજૂતી કરવાનો ઇન્કાર કર્યો છે, ત્યારે તેઓને અપેક્ષિત અને સંભવિત ભયાનક પરિણામોનો સામનો કરવો પડ્યો છે. હવે જા ભવિષ્યમાં આવી કોઇ મુશ્કેલી ઉભી થઇ તો તેને શાંતિથી ઉકેલી નહીં શકાય.
અખબારે કહ્યું કે, પાકિસ્તાને ભારત પર હુમલો કરનારા આતંકવાદી જૂથો પર કિયારેય ગંભીરતાથી કાર્યવાહી નથી કરી. પાકિસ્તાની અધિકારીઓએ કહ્યું હતું કે, તેઓએ જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરના ભાઇ સહિત અલગ અલગ જૂથોના ૧૨૧ સભ્યોની ધરપકડ કરી છે અને યુનાઇટેડ નેશન્સની આતંકવાદીઓની યાદીમાં સામેલ આતંકવાદીઓની સંપત્તિ જપ્ત કરવાની યોજના બનાવી છે, પરંતુ પાકિસ્તાને આવા વાયદાઓ પર કિયારેય અમલ નથી કર્યો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




