લો કરો વાત ! કાયદો ફક્ત સામાન્ય માણસ માટે જ પોલીસ કર્મચારીઓને છૂટ આપી હોય એમ લાગે છે

0
897

પ્રાપ્ત થતી વિગતો અનુસાર હવેથી જો આપે હેલ્મેટ વગર મોટર સાયકલ ચલાવી, ત્રિપલ સવારી બેઠા ,મોબાઈલથી વાત કરતા ઝડપાયા, તો જુદાજુદા ગુનામાં જુદો જુદો દંડ ઈ-મેમો થી આપના ઘરે બેઠા નોટિસ મળી જશે. 1 વાર, 2 વાર, 3 વાર, ચાર વાર ટ્રાફિક નિયમોનો ભંગ થશે તો દંડ વધતો જશે અને જો પાંચમીવાર ટ્રાફિક નિયમનો ભંગ કર્યો તો તમારું વાહન જપ્ત થશે અને તમારું લાઇસન્સ પણ કેન્સલ કરવામાં આવશે એવો કાયદો સરકારે ઘડી નાખ્યો છે. ત્યારે અત્રે પ્રસ્તુત છે કેટલીક જૂની તસ્વીરો જેમાં કથિત કાયદાના રક્ષકો જ કાયદાનો ભંગ કરી સરેઆમ ભ્રષ્ટાચાર કરતા હોય તે માલૂમ પડી રહી છે ત્યારે જોવાનું એ રહે છે કે કાયદા ઘડીને પાણીદાર સરકાર પોતાના કાયદા પાલન કરાવનારા ઉપર પણ કાયદાનો અમલ કરાવશે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY