ન્યુ દિલ્હી,તા.૧૩
નવેમ્બર ૨૦૧૬માં સરકાર દ્વારા કરાયેલી નોટબંધી બાદ જેમણે બેંકમાં રૂ.૧૦ લાખથી વધુ જમા કરાવ્યા હતા તેમાંના ૯૦ હજારથી વધુ લોકો આવકવેરા વિભાગના રડાર પર છે. આ લોકોએ ૩૧ માર્ચ, ૨૦૧૮ સુધી ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કર્યું નથી. હવે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જાકે આવકવેરાનું રિટર્ન ફાઇલ ન કરનારા ૩ લાખ લોકો સામે આવકવેરા વિભાગે નોટિસ ઇસ્યુ કરી હતી. આવકવેરા વિભાગના એક અધિકારીના હવાલાથી જાણવા મળ્યું છે કે ત્રણ લાખમાંથી ૨.૧ લાખ લોકોએ ૩૧ માર્ચ, ૨૦૧૮ સુધીમાં આવકવેરાનું રિટર્ન ભરી દીધું છે, પરંતુ જે લોકોએ આજસુધીમાં ભર્યું નથી તેમની વિરુદ્ધ હવે કાર્યવાહી થશે.
જેમણે આઇટીઆર ફાઇલ નથી કર્યું તેમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મોકલાશે. આ ઉપરાંત આ વિભાગ તેમની પાસેથી દંડ પણ વસૂલશે. આ દંડ કુલ કર જવાબદારીના ૫૦ ટકા અથવા ૨૦૦ ટકા સુધી હોઇ શકે છે.
આ ઉપરાંત જે લોકો વિલંબથી કરની ચુકવણી કરશે તેમણે એની પર વધારાનો ચાર્જ પણ ભરવો પડશે. એટલું જ નહીં, જેઓએ આવકવેરાનું રિટર્ન ફાઇલ નથી કરતા તેમની વિરુદ્ધ કાર્યવાહી કરાશે.
અત્યારસુધીમાં ઓપરેશન ક્લીન મની હેઠળ આવકવેરા વિભાગે એવા ૨૨.૬૯ લાખ લોકોને શોધી કાઢ્યા છે, જેમની ટેક્સ-પ્રોફાઇલ નોટબંધી દરમિયાન તેમના તરફથી જમા કરાવાયેલી રકમ સાથે કોઈ મેળ ખાતો નથી. નોટબંધી બાદ આવા લોકોએ બેંક ખાતામાં રૂ. ૫.૨૭ લાખ કરોડ જમા કરાવ્યા હતા. જાકે આઇટી ડિપાર્ટમેન્ટ નોટબંધી દરમિયાન બેન્કોમાં જમા થયેલી અઘોષિત આવકની હજી સુધી તપાસ કરી રહી છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





