ઓબીસી એકસા મંચ અને ઠાકોર સેનાએ નીતિન પટેલ પર પ્રહાર કર્યા નીતિન પટેલને મુખ્યમંત્રી બનવું છે,માટે તેમણે પ્રાંતાવાદનું ઝેર ફેલાવ્યું

0
65

અમદાવાદ,તા.૧૦
ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલા હુમલાએ અંગે દોષારોપણ અને નિવેદનબાજી ચાલુ જ રહી છે. નીતિન પટેલના આક્ષેપોના જવાબ આપવા માટે આજે ઓબીસી એકતા મંચ અને ઠાકોર સેનાએ સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે, નીતિન પટેલે રાજ્યના વર્તમાન સીએમ વિજય રૂપાણીને હટાવીને મુખ્યમંત્રી બનવું છે, આ માટે જ તેમણે પ્રાંતવાદનું ઝેર ફેલાવ્યું છે.
ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચ વતી નિવેદન આપતા મુકેશ ભરવાડે કહ્યું હતું કે, “પ્રરપ્રાંતિયોને રોકવા માટે સરકારે રાહત કેમ્પો શરૂ કરવા જાઈએ. આ માટે અમે સરકારને આજ સાંજ સુધીનું અલ્ટિમેટમ આપીએ છીએ. સરકારે તેમના રોકવા માટે કોઈ પગલાં ભર્યા નથી. આ લોકો પાકિસ્તાનના નહીં પરંતુ ભારત દેશના નાગિરકો છે. તમામને અહીં રહેવાનો અધિકાર છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિજય રૂપાણીને હટાવીને મુખ્યમંત્રી બનવા માગે છે. આ માટે તેઓ બધી તૈયારી કરી રહ્યા છે. આ માટે જ અમને અને ઠાકોર સેનાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ડીજીપીથી લઈને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જ્યારે એવું કહી રહ્યા છે કે યુપી અને બિહારમાં તહેવાર હોવાને કારણે મજૂરો સ્થળાંતર કરી રહ્યા છે તો ફક્ત એકલા નીતિન પટેલને જ કેમ એવું લાગે છે કે તેમને ભગાડવામાં આવી રહ્યા છે?

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY