હળવદ માં સાનિધ્ય બંગલોઝ અને ફ્રેન્ડઝ યુવા ગ્રુપ દ્વારા નિઃશુલ્ક પક્ષીઓ માટે પાણી પીવા માટેના માટીના કુંડા અને ચકલીના માળા નું વિતરણ કરવામાં આવ્યું

0
59

હળવદ માં ધ્રાંગધ્રા દરવાજા પાસે પક્ષીઓ માટે પાણી ના કુંડા અને ચકલી ના માળા નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું ચકલી એક એવી પ્રજાતિ છે જે પોતાનો માળો બાંધી નથી શકતી એટલા માટે તેના માટે કુત્રિમ ચલકી ના માળા બનાવી સાનિધ્ય બંગલોઝ દ્વારા 1000 ચકલી ના માળા નું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે આ કાળઝાળ ગરમી માં પક્ષી ઓ ને પાણી પીવા માટે 600 નંગ પાણી ના કુંડા નું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં સૌ જીવદયા પ્રેમીઓ એ ભાવપૂર્વક આ વિતરણ કાર્યક્રમ માં ભાગ લઈ સેવા કાર્ય માં નિમિત બન્યા હતા અને પર્યાવરણ ના જતન માટે નો આ એક નાનો પ્રયત્ન કરેલ આ તકે આ કાર્યક્રમ ને સફળ બનાવનાર તમામ નો આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરેલ, સાનિધ્ય બંગલોઝ ના ઓર્ગેનાઇઝરો તથા ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ ના સૌ સભ્યો એ મહેનત કરી કાર્યક્રમને સફર બનાવ્યો હતો.

મયુર રાવલ હળવદ,
મો, 9909458555

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY