પાલનપુર,તા.૮
ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનો આરંભ થયો. પ્રથમ દિવસે જ ધોરણ ૧૦માં પાલનપુરની વિદ્યાર્થીની પોતાનો નંબર ડીસા આવ્યો છે એમ સમજી ડીસા ગઈ હતી. જાકે ત્યાં જતા ખબર પડી હતી કે નંબર પાલનપુર જ આવ્યો છે. પરંતુ પાછા ફરતા ડીસામાં ટ્રાફિક નડતા મોડું થતા તે ૨૦ મિનિટ મોડી પડતા તેને પરીક્ષામાં બેસવા દેવાઇ નહોતી. જેથી તેનું એક વર્ષ બગડી ગયું છે.
પાલનપુર શહેરમાં રહેતી અમીયા ડામોર નામની વિદ્યાર્થીનીનો નંબર પાલનપુરની ડીસા હાઇવે પર આવેલી રાજારામ ગુરુકુલ સ્કૂલમાં આવ્યો હતો. વિદ્યાર્થિનીને અપાયેલી રીસીપ્ટમાં સરનામામાં ડીસા હાઇવે લખેલું હોવાથી વિદ્યાર્થીની ડીસા પહોંચી ગઇ હતી. પરંતુ ડીસામાં રાજારામ ગુરુકુળ નામની કોઇ સ્કૂલ ન હોવાથી અને રાજારામ ગુરુકુળ શાળા પાલનપુરમાં જ આવેલી હોવાથી તે ફરી પાલનપુર રાજારામ ગુરુકુળ સ્કૂલમાં ૨૦ મિનિટ મોડી આવી હતી. જોકે તેને સ્કૂલના સંચાલકોએ પરીક્ષામાં બેસવા દીધી ન હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



