ખેડૂતો ના મુદ્દે કોંગ્રેસ આક્રમક પાલીતાણા કોંગ્રેસે રેલી યોજી મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યુ.

0
11

પ્રદેશના આદેશ અનુસાર દરેક તાલુકા અને જિલ્લા મથકે કાર્યક્રમના અનુસંધાને આજે પાલીતાણા કોંગ્રેસ દ્વારા રેલી કાઢીને આવેદનપત્ર આપવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું ખેડૂત આંદોલનને ટેકો આપી કોંગ્રેસે આજથી ગુજરાત ભરમાં ધરણાં,રસ્તા રોકો અને જેલભરો આંદોલનનુ એલાન કર્યુ છે.કોંગ્રેસે ખેડૂતોની લડતમાં સહભાગી બની છે તાલુકા-જીલ્લાસ્તરે વિરોધ પ્રદર્શન કરવા નક્કી કર્યુ છે.જેના અનુસંધાને આજે પાલીતાણા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જૂના સરકીટ હાઉસ ખાતે એકઠા થઇ ને પાલીતાણા મામલતદાર કચેરી સુધી રેલી યોજીને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.કાર્યક્રમ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના મંત્રીશ્રી ડો.હૈયાતખાન બલોચ પાલીતાણા તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ પ્રેમજીભાઈ ભીલ પાલીતાણા નગરપાલિકા ના પૂવઁ પ્રમુખ પ્રવિણભાઈ ગઢવી નાનુભાઈ ડાંખરા તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ ગોરધનભાઈ ગોટી સહીત કોંગ્રેસ ના જુદા જુદા સેલ ના પ્રમુખો જીલ્લા પંચાયત ના ચૂંટાયા સભ્યો તાલુકા પંચાયત ના ચૂટાયેલા સભ્યો નગરપાલિકા ના ચૂટાયેલા નગરસેવકો સહીત કોંગ્રેસ ના હોદ્દેદારો તેમજ કાયઁકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY