પાણીએ પ્રભુનો પ્રસાદ છે તેને વેડફવાનો કોઈને અધિકાર નથીઃ શિક્ષણમંત્રી

0
23

સુરત,
રાજય સરકારના ૧લી મેથી શરૂ થયેલા ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮’ની એક મહિનાના અંતે સૂરત જિલ્લાના માંગરોળ તાલુકાના જીનોરા ગામે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ભુદેવોના નર્મદાષ્ટકના ગાન અને શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે મા નર્મદા જળ કળશનું પુજન કરીને પુર્ણાહૂતિ સંપન્ન થઈ હતી. મંત્રીએ નર્મદા જળપૂજન અને તળાવમાં જલાભિષેક કરીને જળ અભિયાનનું સમાપન કરાવ્યું હતું.
આ અવસરે મંત્રીએ માહિતી નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા સુરત જિલ્લામાં સતત એક મહિના દરમિયાન જળસંચય અભિયાન અંતર્ગત તળાવો ઊંડા કરવાની કામગીરી, તાપી શુધ્ધિકરણ અભિયાન, કાંસની સફાઈ દર્શાવતા માહિતી સભર પ્રદર્શનને ખૂલ્લું મુકયું હતું.
આ પ્રસંગે મંત્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે, પાણીએ તો પ્રભુનો પ્રસાદ છે તેને વેડફવાનો કોઈને અધિકાર નથી. કરકસરયુકત પાણીનો ઉપયોગ કરીને ભાવિ પેઢીને વારસામાં પાણીરૂપી પારસમણી ભેટ આપીએ તેવો દઢ નિર્ધાર તેમણે વ્યકત કર્યો હતો. ઈઝરાયલ જેવા નાનકડા દેશમાં વર્ષે સાડા ત્રણ ઈચ જેટલો ઓછો વરસાદ પડે છે છતા આ દેશ વિપુલ પ્રમાણમાં ફળ-ફળાદિ, શાકભાજીનું ઉત્પાદન કરીને અન્ય દેશોમાં નિકાસ કરે છે ત્યારે આવા દેશો પાસેથી પ્રેરણા લઈ આપણે પણ પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ તેવી અભિલાષા મંત્રીએ વ્યકત કરી હતી.
ધરતી એ તો બેંક છે, તેમાં પાણીરૂપી ડિપોઝીટ મૂકીએ જેથી ભવિષ્યમાં આ ડિપોઝીટનો જરૂરીયાત મુજબ ઉપયોગ કરી શકાય તેમ જણાવતા મંત્રીએ રાજય સરકાર દ્વારા એક મહિના દરમિયાન આદરેલા જળસંચય અભિયાનથી આવનારી પેઢીને પાણીરૂપી ડિપોઝીટ આપી શકાય તેવી નેમ વ્યકત કરી હતી. સુરત જિલ્લામાં પણ તળાવો ઊડા થતા ચાર કરોડ લિટર વધારાના પાણીનો સંગ્રહ થશે જે આ સરકારની ઉપલબ્ધિ હોવાનું તેમણે કહ્યું હતું.
આ વેળાએ સ્વાગત પ્રવચન કરતા જિલ્લા કલેકટર ધવલ પટેલે જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં એન.જી.ઓ., સ્વૈચ્છિક સંસ્થાઓ, દાતાઓના સહયોગથી નવ તાલુકાના ૪૩૯ ગામો અને મહાનગરપાલિકા તથા છ નગરપાલિકામાં કામો કરવામાં આવ્યા છે. જેમાં રૂા.૮.૫૧ કરોડના ખર્ચે ૫૫૩ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જિલ્લામાં લોકભાગીદારીથી ૧૦૪ તળાવો ઊંડા કરવાના કામો દ્વારા કુલ ૪.૧૭ લાખ ઘનમીટર ખોદાણ કરવામાં આવ્યું હોવાની વિગતો કલેકટરએ આપી હતી. દાતાઓના મળેલા સહયોગની વિગતો આપતા કલેકટરએ જણાવ્યું કે, એસ્સાર સ્ટીલ હજીરાએ ૨૭ લાખ, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રૂા.૩૫ લાખ સહિત ૧૪ જેટલા દાતાઓએ મળી કુલ ૭૫.૪૦ લાખનું અનુદાન આ જળઅભિયાનમાં આપ્યું છે.
આ વેળાએ જિલ્લા સંગઠન પ્રમુખ દિલિપસિંહ રાઠોડે જણાવ્યું કે, રાજય સરકારે આફતને અવસરમાં પરિવર્તિત કરવા માટે હકારાત્મકતાના ભાવ સાથે એક મહિના સુધી અભિયાન ઉપાડીને સાચા અર્થમાં જનઅભિયાન બનાવ્યું છે.
આ અવસરે જળઅભિયાનથી લાભાન્વિત થનાર દિપકભાઈ તથા પાણેથા ગામના યોગેશભાઈ આહિરે તળાવો ઊંડા થવાથી ગામને થયેલા ફાયદાઓ જણાવીને રાજય સરકારનો આભાર વ્યકત કર્યો હતો. તેમજ સુમુલ ડેરીના ચેરમેન રાજુભાઈ પાઠકે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે વિવિધ શાળાઓના બાળકો દ્વારા સુંદર સાંસ્કૃરત્તિક કાર્યક્રમો રજૂ થયા હતા. ત્યાભરબાદ સુજલામ સુફલામ જળ અભિયાન ગીત અને ડોક્યુંમેન્ટ્રીૃ રજૂ થઇ હતી.
આ પ્રસંગે પ્રભારી સચિવ કમલ દયાની, સંત વિદ્યાનંદ સરસ્વતી મહારાજ, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ, ડી.એફ.ઓ પુનિત નૈયર, તાલુકા પંચાયત પ્રમુખમતિ ચંદનબેન ગામીત, માંડવી પ્રાયોજના વહીવટદાર ભરાડા, પ્રાંત અધિકારી એ.કે.બારૈયા, સુજલામ સુફલામ જળસંચય અભિયાનાના નોડલ ઓફિસર એસ.ટી.ગામીત તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY