ઇન્સ્ટાગ્રામમાં નવા વિડિયો બાદ ઇશા ગુપ્તા ટ્રોલ થઇ છે.

0
217

મુંબઇ,તા. ૩૦
સેક્સી સ્ટાર ઇશા ગુપ્તા બોલિવુડમાં એક એવી અભિનેત્રી છે જે સોશિયલ મિડિયા પર ખુબ વધારે સંખ્યામાં ફેન ફોલોઇંગ ધરાવે છે.

ઇશા સોશિયલ મિડિયા પર સૌથી વધારે સક્રિય રહેનાર અભિનેત્રીઓમાં સામેલ છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામ પર સામાન્ય રીતે પોતાના ફોટો અને વિડિયો શેયર કરતી રહે છે. પોતાના સેક્સી અને બોલ્ડ ફોટાના કારણે ચાહકોમાં હમેંશા ચર્ચાના કેન્દ્રમાં રહેતી આ સ્ટાર હવે ફરી એકવાર ચર્ચામાં છે. ઇશા હાલમાં ઇન્સ્ટાગ્રામ પર મુકવામાં આવેલા પોતાના વિડિયોના કારણે ટ્રોલ થઇ રહી છે. ક્રિકેટર હાર્દિક પંડ્યાની સાથે પોતાના પ્રેમ પ્રકરણના કારણે ચર્ચામાં રહેલી ઇશા ગુપ્તા સોશિયલ મિડિયા પર ફરી ચર્ચામાં છે.

ઇશાએ એક વિડિયો શેયર કરીને ચર્ચા જગાવી છે. જેમાં તે પોતાની મિડલ ફિંગરને દર્શાવી રહી છે. આ પહેલા તે પોતાના ટોપલેસ અને સેમી ન્યુડ ફોટોના કારણે ચર્ચામાં રહી છે. ખુબસુરત ઇશા ગુપ્તા બોલિવુડમાં કેટલીક ફિલ્મો પણ ધરાવે છે.નવા વિડિયોમાં તેની હરકતના કારણે તે ચર્ચામાં છે. ઇશાની હરકત તેના ચાહકોને પસંદ પડી રહી નથી. જેથી તે ટ્રોલ થઇ રહી છે.

કેટલાક ચાહકોએ તો ઇશાને ફોલો ન કરવાની સલાહ પણ આપી દીધી છે. કામના મોરચાની વાત કરવામાં આવે તો બોલ્ડ સ્ટાર ઇશા ગુપ્તા ટુંક સમયમાં જ એક ઇરાની ફિલ્મમાં નજરે પડનાર છે. જેનુ નામ ડેવિલ્સ ડોક્ટર રાખવામાં આવ્યુ છે. આ ઉપરાંત તે ઇન્દ્ર કુમારની ટોટલ ધમાલ ફિલ્મમાં પણ કામ કરી રહી છે. હાઉસફુલની નવી સિરિઝમાં પણ તે કામ કરી રહી છે. ઇશા ગુપ્તાની છાપ બોલિવુડમાં એન્ટ્રી કર્યા બાદથી જ એક સેક્સી અને બોલ્ડ સ્ટાર તરીકેની રહી છે. તે સોશિયલ મિડિયા પર બોલ્ડ ફોટો સતત મુકતી રહે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY