ભરૂચઃ
સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હેઠળ ભરૂચ જિલ્લાના પાણી પુરવઠા વિભાગે પાણી પુરવઠાના જિલ્લા વ્યાસપી નેટવર્કમાં લીકેજીસને લીધે પાણીને બચાવવા પરિશ્રમ હાથ ધર્યો છે. ભરૂચ જિલ્લાની મધ્યવબારા યોજના(ભરૂચ-આમોદ-વાગરા) નર્મદાબારા, નિકોરા, સમની, ઉત્તરબારા જૂથ યોજના, ચકલાદ જૂથ યોજના, પિલુદરા -કારેલી જૂથ યોજના, ગડખોલ – દઢાલ જૂથ યોજના, દક્ષિણબારા-૧-૨ જૂથ યોજના, રૂંઢ-રાજપારડી જૂથ યોજના કાર્યરત છે. જાહેર આરોગ્યથ બાંધકામ અને પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી ગાવીતે જણાવ્યું હતું કે, પાણી પુરવઠા યોજના લાભાર્થી ગામોને પાણી પુરવઠો પુરો પાડવા પાથરવામાં આવેલ પાઇપલાઇનના નેટવર્કમાં સુચારૂ સંચાલન માટે હવાના નિકાલ માટે એરવાલ પાણી પુરવઠાના જથ્થાતના નિવારણ માટે સ્લુ સ વાલ્વન સહિત વિવિધ પ્રકારના વાલ્વર લગાવવામાં આવે છે. સમયની સાથે લાગતા ઘસારા તેમજ મરામતના અભાવે વાલ્વામાંથી ગળતર(લીકેજ) થાય છે. પરિણામે ટીપે ટીપે પાણી વેડફાય છે. જિલ્લાની પાણી પુરવઠા યોજનાની પાઇપલાઇનમાં ૭૮૮ જેટલા એરવાલ્વિ સ્થાઆપિત છે. જળસંચય અભિયાન હેઠળ પાણી પુરવઠા વિભાગની વિવિધ કચેરીઓ ધ્વાએરા ૧૪૬૬ કિ.મી. લંબાઇની પાઇપલાઇનનું નિરીક્ષણ અને લીકેજ થતાં વાલ્વિના સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં અત્યાાર સુધીમાં ૫૪૯ એરવાલ્વરની ચકાસણી કરવામાં આવી રહી છે જેમાંથી ૮૭ એરવાલ્વન ખામીયુક્તા નિકળતા ૬૫ જેટલા એરવાલ્વલની મરામત કરવામાં આવી છે. આ કામગીરીથી પાણીનો બગાડ અટકવાની સાથે પાઇપલાઇનના નેટવર્કની કાર્યક્ષમતા પણ વધે છે. જિલ્લા પાણી પુરવઠા ધ્વા રા જિલ્લાના ૫૦ જેટલા ગામોમાં ઉંચી ટાંકી અને ભૂગર્ભસંપની સફાઇ કરવામાં આવી છે.
કાર્યપાલક ઇજનેરશ્રી ગાવીત વધુમાં જણાવે છે કે, હાલમાં પાઇપલાઇનની દુરસ્તીઇ અને એરવાલ્વન લીકેજીસ દુર કરવાની ચાલી રહેલી કામગીરી દરમિયાન પાઇપલાઇનને કલર કરીને જે તે એરવાલ્વનને નંબરીંગ આપવામાં આવી રહ્યાે છે. જેથી કરીને ભવિષ્યીમાં લીકેજ થાય તો જે તે વાલ્વા નંબર સાથે આ લીકેજીસ દુર કરવા માટે ગ્રામજનોને રજૂઆત કરવામાં સરળતાથી રહેવાની સાથે આવા લીકેજીસ ઝડપથી દુર કરી શકાય છે. પાણી પુરવઠા વિભાગની જિલ્લાની કચેરીઓના કર્મચારીઓની ટીમ બનાવીને આ સદર કામગીરી કરવામાં આવી રહી છે જેના પગલે ગળતર અટકતા પાણીનો બથગાડ અટકશે અને સાફ-સફાઇથી પાણી પુરવઠા નેટવર્ક વધુ સ્વેચ્છ અને આરોગ્યરપ્રદ બનશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





