પાર્કિંગ ચાર્જ વસૂલવાની સંચાલકોને કોઈ સત્તા નથી : હાઇકોર્ટ

0
9

અમદાવાદ,તા.૨૬
પાર્કિંગ ચાર્જ મામલે હાઈકોર્ટે મોલ-મલ્ટીપ્લેક્સ સંચાલકોને ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે પાર્કિંગ ચાર્જ વસૂલવાની સંચાલકોને કોઈ સત્તા નથી. હાઈકોર્ટે મોલ મલ્ટીપ્લેક્સના સંચાલકોની ઝાટકણી પણ કાઢી છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે, મોલ મલ્ટીપ્લેક્સ સંચાલકો પ્રથમ એક કલાક માટે ફ્રી પા‹કગની સુવિધા આપવી પડશે. પ્રથમ એક કલાક બાદ ફોર વ્હીલર માટે મહત્તમ રૂપિયા ૩૦ અને ટુ વ્હીલર માટે મહત્તમ રૂપિયા ૨૦ ચાર્જ વસુલી શકશે. આ કેસમાં કોર્ટે સરકારને પોલીસી રજૂ કરવા આદેશ કર્યો હતો. હાઇકોર્ટની સિંગલ બેન્ચે ચૂકાદા આપ્યા બાદ આ ચૂકાદાને મોલ મલ્ટિપ્લેક્સના સંચાલકોએ પડકાર્યો હતો. જેમાં હાઇકોર્ટે તેમને લપડાક આપી છે.
હાઈકોર્ટના ચૂકાદાની સૌથી મોટી અસર મેગા સીટીને હવે થશે. ગુજરાત ભરમાં અત્યારસુધીમાં ટ્રાફિક વિભાગે મોલ, થિયેટર કે કોમર્શિયલ કોમ્પ્લેક્ષોમાં વસૂલાતો પાર્કિગ ચાર્જ ગેરકાયેદસર ગણાવી સગવડ આપવા માટે આદેશ કર્યો હતો. જે સામે મોલ-મલ્ટિપ્લેક્સના સંચાલકો હાઈકોર્ટમાં ગયા હતા. હવે સરકારને હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, સરકાર ઇચ્છે તો કાયદો બનાવી શકે છે.
શહેરના મોલ અને મલ્ટિપ્લેક્સમાં લેવાતા પાર્કિંગ ચાર્જ સામે મ્યુનિ.એ. રોક લગાવી નાગરિકો માટે પા‹કગ ફ્રી કરાવ્યા હતા. મ્યુનિ.ના આ નિર્ણય સામે અમદાવાદ, વડોદરા અને સુરતના મોલ-મલ્ટિપ્લેક્સના સંચાલકોએ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. સંચાલકોએ રજૂઆત કરી છે કે ‘પા‹કગનો ખર્ચ કાઢવા નાગરિકો પાસેથી ચાર્જ વસૂલવો આવશ્યક છે. પા‹કગ એરિયામાં અમે સુવિધાઓ આપીએ છીએ.’ તેવું અગાઉ જણાવ્યું હતું. આમ હવે વાહનચાલકોના ખિસ્સાં ખંખેરાશે એ નક્કી છે. ગુજરાત સરકારને પણ પાર્કિગ પોલીસી બનાવવા માટે હાઇકોર્ટે ઓર્ડર કર્યો છે. સરકારના નિર્ણયને કોર્ટની બહાલી મળી નથી. જેને પગલે હવે મોલ અને મલ્ટિપ્લેક્સના સંચાલકો મોલમાં આવતા વાહનચાલકો પાસેથી ચાર્જ ઉધરાવી શકે તેવી સ્થિતિમાં હતા.
ટ્રાફિક વિભાગ દ્વારા જાહેર કરાવામાં આવ્યું છે કે મોલ, થિયેટર કે કોમર્શિયલ કોમ્પ્લેક્ષોમાં વસૂલાતો પાર્કિગ ચાર્જ ગેરકાયેદસર છે. ટ્રાફિક વિભાગની આ જાહેરાત બાદ અનેક મોલ અને બિલ્ડિંગમાં પાર્કિગ ફ્રી કરવામાં આવ્યું છે. એટલે કે હવે અમદાવાદીઓએ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, મોલ્સ કે મલ્ટિપ્લેક્સમાં પાર્કિગનો કોઈ ચાર્જ આપવો પડશે નહીં. મોટાભાગના મોલ્સ કે મલ્ટિપ્લેક્સ અને કેટલાક કોમર્શિયલ સેન્ટરોમાં આવતા વિઝિટર્સ પાસેથી તગડો પા‹કગ ચાર્જ વસૂલવામાં આવે છે. આ મુદ્દે ગત મે મહિનામાં હાઈકોર્ટ જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પા‹કગ ચાર્જના નામે નાગરિકોની સરેઆમ લૂંટ કરાય છે. નિયમો અનુસાર, પા‹કગ માટે રખાયેલી જગ્યામાં કોઈ પણ પ્રકારની ધંધાદારી પ્રવૃત્તિ ન થઈ શકે. પરંતુ આ નિયમનો ભંગ કરીને મોલ્સ તેમજ મલ્ટિપ્લેક્સો વર્ષે દહાડે કરોડો રૂપિયાની પાર્કિંગ ફી ઉઘરાવી લે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY