પર્થ,તા.૨
દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે કામ અને માતા-પિતાની પોતાની ભૂમિકા વચ્ચે તાલમેલ બેસાડવાનો પ્રયત્ન કરી રહેલા લોકોને નવા વર્ષનો પ્રેરણાદાયી સંદેશો આપતા કહ્યુ કે, કંઈપણ સંભાવ છે. ૨૩ વખતની ગ્રાન્ડ સ્લેમ વિજેતાએ ૨૦૧૯ની શરૂઆત પર્થમાં મિશ્રિત ટીમ સ્પર્ધા હોપમેન કપની સાથે કરી છે.
તેની પુત્રી એલેકિસસ ઓલિંપિયા પણ અહીં પહોંચી છે. સેરેનાએ ઇંસ્ટાગ્રામ પર પોતાના એક કરોડ ચાર લાખ ફોલોઅરસ માટે પોતાની અને પોતાની પુત્રીની તસ્વીર મુકી છે. તેણે કહ્યુ કે, આ તે વસ્તુ સાથે જાડાયેલો મામલો નથી કે, આપણે શું કરી શકીએ પરંતુ તે તેની સાથે જાડાયોલો છે કે, કામ કરતી માતા અને કામ કરતા પિતાના રૂપમાં આપણે શું કરવું જાઈએ.
સેરેનાએ લખ્યું, ગમે તે સંભવ છે. હું વર્ષના પ્રથમ મેચ માટે તૈયારી કરી રહી છું અને મારી પ્યારી પુત્રી થાકેલી અને દુખી છે તથા તેના માત્ર માતાના પ્રેમની જરૂર છે. તેણે કહ્યુ, તે માટે જા મારે પોતાની પુત્રીને તેડીને વોર્મઅપ અને સ્ટ્રૈચિંગ કરવું પડે તો આ માં તેમ કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





