ભૂવનેશ્વર,તા.૨૪
ઓરિસ્સામાં એક વ્યકિત ફેમિલી કોર્ટમાં તલવારના ઘા ઝિંકી પત્નીની હત્યા કરી નાંખી. પોલીસે જણાવ્યુ કે, આરોપી રમેશ કુંભારે તલવારથી તેની ૧૮ વર્ષની પત્ની સંજિતા પર હુમલો કર્યો અને મારી નાંખી. આ હુમલામાં તેની સાસુ અને અઢી વર્ષની ભત્રિજીને પણ ઇજા થઇ. રમેશ ઓરિસ્સાના સંબલપુરનો રહેવાસી છે.
રમેશે સંજિતા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા પણ થોડા સમય પછી પતિનો અત્યાચાર વધતા તે રિસામણે ચાલી ગઇ હતી અને ત્યારબાદ તેના પરિવારે તેને બીજા વ્યક્તિ સાથે પરણાવી દીધી હતી. આથી રમેશે કોર્ટમાં કેસ કર્યો હતો.
ઘટનાની વિગત એવી છે કે, સંજિત સોમવારે કોર્ટમાં તેના પરિવાર સાથે હાજર રહી હતી. પોલીસે કહ્યુ કે, રમેશ પુરી તૈયારી સાથે આવ્યો હતો અને તેણે સંજિતા અને તેના પરિવાર પર હુમલો કર્યો. જેમાં સંજિતાનું મૃત્યુ થયું અને અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાયા.
આ ઘટનાને આંખે જાનારા લોકોએ કÌš કે, રમેશના હુમલાથી બચવા માટે સંજિતા ફેમિલી કોર્ટના બિલ્ડીંગમાં દોડી પણ રમેશ તેની પાછળ દોડીને પકડી લીધી અને તેની હત્યા કરી. રમેશે સંજિતાના પિતા સુદાન ચૌધરીને પણ મારી નાંખવાનો પ્રયાસ કર્યો. આ સમયે હાજર લોકોએ રમેશને પકડી લીધો અને પોલીસને સોંપી દીધો.
સંબલપુર સબ ડિવિઝનના પોલિસ ઓફિસર મિહીર પાંડાએ જણાવ્યુ કે, રમેશની ધરપકડ કરી લેવામાં આવી છે અને હુમલામાં વપરાયેલા હથિયાર કબ્જે કરી લેવામાં આવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






