મગફળીકાંડમાં મલાઇ કોણ તારવી ગયું તે સામે આવવું જાઈએ : ધાનાણી

0
30

જ્યાં કૌભાંડ આચરવામાં આવ્યું ત્યાં ધાનાણી ધરણાં પર બેઠા
રાજકોટ,તા.૩
સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલી મગફળીમાં અનેક ગેરરીતિ સામે આવી છે. તાજેતરમાં જેતપુરના પેઢલા ગામે જયશ્રી ઇન્ટરનેશનલ ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદી કરીને રાખવામાં આવેલી મગફળીમાં માટી અને પથ્થર હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે વિપક્ષે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે સરકાર તરફથી એવો બચાવ કરવામાં આવી રહ્યો છે કે આ મામલે જે પણ લોકો દોષિત હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી જ્યાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું કે પેઢલા ગામ પહોંચીને ધરણા પર બેઠા છે. તેમણે જણાવ્યું હતું કે મગફળી કૌભાંડનું સત્ય લોકોની સામે આવવું જાઈએ.
પેઢલા ગામ ખાતે મીડિયાને સંબોધતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, “ગુજરાતના લોકો માટે હું ધરણા કરી રહ્યો છું. ૨૦૦૨થી ક્રમશઃ ગુજરાતમાં લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહ્યું છે. પત્રકારોને પણ ગોડાઉનમાં તપાસ વખતે હાજર રહેવા નથી દેવાતા. મગફળી કૌભાંડ બાબતે સીએમને અનેક વખત પત્રો લકી ચૂક્યો છું. આ મામલે રાજ્યપાલને પણ રજુઆત કરી હતી. મગફળીકાંડ મોટું કૌભાંડ છે. ગુજરાતની જનતા સત્ય જાણે છે. આ મામલે તટસ્થ તપાસ થવી જાઈએ. તમામ લોકો સામે સત્ય આવવું જોઈએ કે મગફળીકાંડ કરીને મલાઇ કોણ તારવી ગયું?
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY