ભાજપ સાંસદ સાવિત્રબાઈ ફૂલે પર મતવિસ્તારના લોકોએ જમીન હડપવાનો આરોપ મૂક્યો

0
9

લખનઉ,તા.૨૯
પોતાની પાર્ટી સામે બળવાખોર તેવર દેખાડવાને કારણે ચર્ચામાં રહેલા ભાજપના સાંસદ સાવિત્રીબાઈ ફૂલે ફરી એકવાર અલગ કારણોસર ચર્ચામાં છે. આ વખતે સાવિત્રીબાઈ ફૂલે પર તેમના જ સંસદીય મતવિસ્તારના લોકોએ ગેરકાયદેસર રીતે જમીન હડપવાનો આરોપ લગાવ્યો છે. મોતીપુરના મઝૌવા ગામના ડઝનબંધ લોકોએ ડીએમ કાર્યાલય સામે આના સંદર્ભે દેખાવો કર્યા છે. તેમણે ભાજપના સાંસદ અને તેમના સહયોગી અક્ષયવરલાલ કનૌજિયા પર બળજબરીથી જમીન કબજે કરવાનો આરોપ લગાવ્યો છે.
ગ્રામજનોએ એક સીડી પણ જાહેર કરી છે. જેમાં કડક સુરક્ષા વચ્ચે સાંસદ સાવિત્રીબાઈ ફૂલે અને તેમના સહયોગી કનૌજિયા ઉભેલા દેખાય છે. સીડીમાં કેટલાક લોકોને પાક લણતા દેખાડવામાં આવ્યા છે. ડીએમ કાર્યાલય ખાતે દેખાવો કરી રહેલી મહિલાઓનો આરોપ છે કે સાંસદ સાવિત્રીબાઈ ફૂલેની સામે તેમના નિકટવર્તી સહયોગી અક્ષયવરલાલ કનૌજિયા અને તેમના મળતિયાઓએ તેમની જમીનો પર કબજા કરતા રહ્યા અને ભાજપના સાંસદ લોકોને ધમકાવતા રહ્યા હતા.
બીજી તરફ ભાજપના સાંસદ સાવિત્રીબાઈ ફૂલેએ સ્પષ્ટીકરણ આપતા કહ્યું છે કે આ પાર્ટીના એક ધારાસભ્યનું જ ષડયંત્ર છે. તેમણે જણાવ્યું છે કે આ જમીનનું અક્ષયવરલાલ કનૌજિયાએ એક વર્ષ પહેલા બાનું લીધું હતું. આ જમીન પર કેટલાક લોકો ગેરકાયદેસર કબજા જમાવીને બેઠા હતા. જમીન પરથી ગેરકાયદેસર કબજા હટાવવા માટે તેમણે ડીએમને મળીને આવેદનપત્ર પણ આપ્યું હતું.
તેના આધારે તાલુકા વહીવટી તંત્રે પોલીસફોર્સ સાથે દસ્તાવેજાના પરીક્ષણ બાદ ગેરકાયદેસર રીતે જમીન પર કબજા જમાવી બેઠેલા લોકોને હટાવ્યા છે. સાવિત્રીબાઈ ફૂલેએ આ મામલાને રાજકીય મુદ્દો બનાવીને તેમને બદનામ કરવાની કોશિશ થઈ રહી હોવાનો દાવો પણ કર્યો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY