વડોદરા,જામનગર,સુરતમાં વરસાદી ઝાપટા
અમદાવાદ,તા.૩
૧૦ દિવસથી વધારે સમયના વિરામ બાદ રાજ્યમાં અનેક વિસ્તારમાં શુક્રવારથી વરસાદની ફરી પધરામણી થઈ છે. ભાવનગર, સુરત, આણંદ અને ભરૂચ જિલ્લાઓના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે વાવણી લાયક વરસાદ પડ્યા બાદ વરસાદ ન પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું હતું. રાજ્યમાં હજી સામાન્ય કરતા ૧૦% ઓછો વરસાદ નોંધાયો છે. બીજી તરફ જે વિસ્તારમાં ઓછો વરસાદ પડ્યો છે ત્યાં પાકને બચાવવા માટે સરકાર તરફથી નર્મદા કેનાલમાં પાણી પણ છોડવામાં આવી રહ્યું છે.
ભાવનગરમાં શુક્રવાર સવારથી મેઘરાજાની પધરામણી થઈ છે. અઠવાડિયાના વિરામ બાદ અહીં વરસાદનું ફરીથી આગમન થયું છે. જિલ્લાની વાત કરવામાં આવે તો અમુક વિસ્તારમાં ધીમીધારે તો અમુક જગ્યાએ ઝાપટાં પડ્યા છે.
સુરત શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમુક જગ્યાએ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
આણંદ જિલ્લાના અનેક વિસ્તારોમાં શુક્રવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે. તો અમુક જગ્યાએ સવારથી ધીમેધારે વરસાદ પડી રહ્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. લાંબા સમય બાદ અહીં વરસાદની પુનઃપધરામણી થઈ છે. અમુક જગ્યાએ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



