ઓસી.પ્રથમ ઈનિંગ્સમાં ૩૨૬માં ઓલઆઉટ,સૌથી વધુ ૪ વિકેટ ઈશાંતે ઝડપી
ભારતીય આૅપનર રાહુલ-વિજય સતત બીજી ટેસ્ટમાં ફેલ,કોહલી ૮૨ અને રહાણે ૫૧ રને રમતમાં
પર્થ,તા.૧૫
વિરાટ કોહલી (૮૨*) અને અજિંક્ય રહાણે (૫૧*)ની લડાયક અડધી સદીની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટમાં બીજા દિવસે વાપસી કરી છે. ઓસ્ટ્રેલિયાના ૩૨૬ રનના જવાબમાં ભારતે બીજા દિવસના અંતે ૩ વિકેટ ગુમાવી ૧૭૨ રન બનાવી લીધા છે. ભારત હજુ ૧૫૪ રન પાછળ છે અને તેની ૭ વિકેટો બાકી છે. દિવસના અંતે કોહલી ૯ ફોર સાથે ૮૨ અને રહાણે ૬ ફોર અને ૧ સિક્સર સાથે ૫૧ રને રમતમાં છે.
ભારતે ૮૨ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી વિરાટ અને રહાણેએ ચોથી વિકેટ માટે અતૂટ ૯૦ રનની ભાગીદારી નોંધાવી દિવસના અંત સુધી વિકેટ જાળવી રાખી હતી.
પર્થ ટેસ્ટના બીજા દિવસની પહેલી ઇનિંગ પુરી થઇ ઓસ્ટ્રેલિયા ૩૨૬ રન બનાવીને સમેટાઇ ગઇ છે. ભારત તરફથી ઇશાંથ શર્માએ સૌથી વધારે ૪ વિકેટ, ઉમેશ અને વિહારીએ ૨-૨ વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી હૈરિસે ૭૦ રન, ફિંચે ૫૦ રન, હેડએ ૫૮ રન, માર્શે ૪૫ રન અને પેન ૩૮ રન બનાવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




