J&Kના પોલીસ વડાની નિમણૂકમાં હસ્તક્ષેપ કરવા સુપ્રીમનો ઈનકાર

0
92

ન્યુ દિલ્હી,તા.૧૧
સુપ્રીમ કોર્ટે મંગળવારે જમ્મુ અને કાશ્મીર સરકાર દ્વારા રાજ્યના નવા કાર્યકારી પોલીસ વડાની નિમણૂક મુદ્દે હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરી દીધો છે. ચીફ જસ્ટિસ દીપક મિશરા અને જસ્ટિસ એ એમ ખાનવિલકર તેમજ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની બેન્ચે કેન્દ્રને નોટિસ પાઠવીને આ મુદ્દે જવાબ માંગ્યો છે.
જમ્મુ કાશ્મીરના રાજ્યપાલે ૬ સપ્ટેમ્બરના દિલબાગ સિંહની કાર્યકારી પોલીસ વડા તરીકે નિમણૂક કરી હતી. જ્યારે વર્તમાન ડીજીપી એસ પી વૈદની ટ્રાન્સ્પોર્ટ કમિશનર પદે બદલી કરવામાં આવી હતી. આ મામલે સુનાવણી દરમિયાન એટર્ની જનરલ કે કે વેણુગોપાલે જણાવ્યું કે અગાઉ સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદામાં બે વર્ષના નિયત કાર્યકાળનો દુરૂપયોગ થતો ટાળવા કાર્યકારી ડીજીપીની નિમણૂકનો પ્રતિબંધ મૂકાયો હતો. જમ્મુ અને કાશ્મીરના વકીલ સોએબ આલમે જણાવ્યું કે, યુપીએસસીની સલાહ બાદ અંતિમ નિર્ણય લેવામાં આવે તે અગાઉ સ્થિતિને થાળે પાડવા કાર્યકારી ડીજીની વચગાળાની નિમણૂક કરવામાં આવી છે. વકીલ સોએબે જમ્મુ અને કાશ્મીરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિનો ઉલ્લેખ કરતા જીલ્લા પોલીસ ફોર્સને ચીફ વગર રાખવું પરવડી શકે તેમ નથી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY