અમદાવાદ,તા.૩
શહેરમાં રસ્તે રખડતી ગાયોને પકડવા ગયેલી ટીમ અને પોલીસ પર અનેક વખત હિંસક હુમલા થયા હોવાની ઘટનાઓ ઘટી છે ત્યારે ગઇ કાલે પણ નોબલનગર વિસ્તારમાં વધુ એક હુમલો ઢોર પકડવાની ટીમ પર થતાં ચકચાર મચી ગઇ છે.
એક ગાયને પકડવાના મામલે ૩૦ કરતાં વધુ પશુપાલકો લાકડીઓ અને ધોકા વડે પોલીસ તેમજ કોર્પોરેશેનના અધિકારીઓ પર તૂટી પડ્યા હતા અને સરકારી ગાડીઓના કાચ તોડ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ વિભાગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા એમ.આર. પરમારે સરદારનગર પોલીસ સ્ટેશનમાં પશુપાલકો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ગઇ કાલે રસ્તે રખડતાં ઢોર પકડવાની કામગીરી કરવા માટે પીએસઆઇ તેમની પોલીસ ટીમ અને કોર્પોરેશનની ટીમ સાથે મેમ્કોથી નોબલનગર વિસ્તારમાં ગયા હતા.
દરમિયાનમાં નોબલનગર નદીગ્રામ સોસાયટી પાસે ગાય પકડવાની કામગીરી કરતા હતા. ટીમ એક રસ્તે રખડતી ગાયને કોર્ડન કરીને તેને પકડવા જતી હતી તે સમયે એક પશુપાલક ભરતભાઇ ભરવાડ ત્યાં આવ્યો હતો અને આ ગાય અમારી છે, તમે કેમ કોર્ડન કરી છે તેમ કહીને ભરતભાઇએ બીભત્સ ગાળો બોલી હતી અને તેમનાં પરિવારજનોને બોલાવી દીધાં હતાં.
થોડાક સમયમાં ત્યાં ભરતભાઇના તમામ સંબધીઓ સહિત ૩૦ કરતાં વધુ લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું અને પોલીસની ટીમ તેમજ કોર્પોરેશનની ટીમ પર હુમલો કરી દીધો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



