ચોટીલા ખાતે દર્શનાર્થે જુદા જુદા શહેરો તથા ગામડાઓમાંથી તેમજ બહારના રાજ્યોમાંથી પોતાના કુટુંબ સાથે દરરોજ હજારો માણસો/દર્શનાર્થીઓ આવે છે. દર્શન કરવા આવતા દર્શનાર્થીઓની થોડીક બેદરકારીથી સાથે આવતા, તેઓના બાળકો પરિવારથી વિખુટા પડી જવાના બનાવો અવાર નવાર બને છે તૈમજ ધરે થી કોઈ કારણસર ભાગી જતી વ્યક્તિ ધાર્મિક સ્થળ હોવાંથી ચોટીલા આવતાં હોય છે..
ગઈકાલ તા.૨૫/૪/૧૮ નાં ચોટીલા પોલીસ સ્ટેશન ના પો.સબ ઇન્સ.ચંદ્રકાન્ત માઢક પોલીસ સ્ટાફ નાં હેડ કોન્સ. હરદેવસિંહ તથા હેડ કોન્સ. ભૉપાભાઈ તથા મહિલા હેડ કોન્સ. પ્રતીક્ષાબેન ચોટીલા તળેટી વિસ્તાર માં પેટ્રોલિંગમાં હોઇ દરમિયાન એક અજાણી યુવતી મળી આવેલ હોઈ, જેને ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવતા, લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ.પી.ડી.પરમાર, પો.સબ ઇન્સ. ચંદ્રકાન્ત માઢક, સ્ટાફના હે.કો. અબ્દુલભાઇ, ઘનશ્યામભાઈ, સરદારસિંહ, વિગેરે દ્વારા મળી આવેલ અજાણી યુવતી સાથે સહિષ્ણુતા ભરી કાર્યવાહી કરી, જેનું નામ પૂછતાં પોતાનું નામ જાગૃતિબેન ધીરુભાઈ નૈયા જાતે વાલ્મિકી ઉ.વ.૨૧ વાળી હોવાનું અને સુરત કતારગામ કિસ્મત સોસાયટી ખાતે પોતાના માબાપ સાથે રહેતી હોવાની અને પોતે છુટક સફાઇ કામ કરતા ટ્રાવેલ્સ નાં પાર્કિંગ મા સફાઇ કરતાં ત્યાં પાર્કિંગ મા કામ કરતા સુરેશભાઈ બાબુભાઇ ડૉબરીયા સાથે વાતચીત બોલવા નો સંબધ થતાં જે અંગે માતાપિતા એ ઠપકો આપતાં લાગી આવતાં કોઈ ને જાણ કર્યા વગર ઘરે થી તા.૧૫/૪/૧૮ નાં રોજ નીકળી બોરસદ થઈ ચોટીલા આવતી રહેલ હોવાનું જણાવેલ હતું…..
આમ ચોટીલા પોલીસ સ્ટાફ દ્વારા મળી આવેલ યુવતી જાગૃતિબેન ઉવ. ૨૧ ને પોલીસ સ્ટેશન ખાતે મહિલા પોલીસ સાથે રાખી પૂછ પરછ કરી તેનાં માબાપ ને તથા સુરત કતારગામ પો.સ્ટે જાણ કરી, તેનાં માબાપ ધીરુભાઈ તથા માતા બાલુબેન તેમજ કતારગામ પોલીસ આવતાં જે યુવતી નો કબ્જો તેનાં માબાપ ને સોંપવા માં આવેલ..
દરમિયાન પોતાની તા. ૧૫/૪/૧૮ નાં ગુમ થયેલ પુત્રી જાગૃતિ બેન ની શોધખોળ બાદ અંતે ચોટીલા પોલીસ ની મદદથી મળી આવતાં,સુરત નાં વાલ્મિકી પરિવાર નાં માતા પીતા પોતા ની પુત્રી ને ભેટીને ભાવ વિભોર થઈ ગયેલ હતા અને ચોટીલા પોલીસ સ્ટેશનમાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા
ગુમ થયેલ પુત્રી જાગૃતિ બેન નાં માતા પીતા ધીરુભાઈ તથા બાલૂબેન ચોટીલા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર ચોટીલા પોલીસએ સાર્થક કર્યું હતું.
રિપોર્ટર : દીપકસિંહ વાઘેલા, લીંબડી મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬ / ૭૦૧૬૧ ૭૦૮૪૪
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






