ઈન્ડિગો વિમાનનું એન્જિન ફેલ થતાં પોર્ટ બ્યેલર પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ

0
15

પોર્ટ બ્લેયર,તા.૨૭
તમે વિચારોપ કે તમે વિમાનમાં મુસાફરી કરી રહ્યા હોય, ત્યારે તમને ખબર પડે કે તમારા વિમાનનું એન્જિન ફેલ થઇ ગયું છે. તો તમને કેવું થાય. બસ કંઇક આવું જ ઈન્ડિગોની A૩૨૦ ફ્લાઇટની સાથે બન્યું. ૨૩ ડિસેમ્બરે પોર્ટ બ્લેયરથી કોલકાતા ઉડાન ભરનાર ફ્લાઇટને અડધાથી રસ્તામાં પાછી પોર્ટ બ્લેયર ઉપર ઉતરવું પડ્યું હતું. ઈન્ડિગોનું આ વિમાન નિયો વિમાન હતું, જેનું એન્જિન ફેલ થયું હતું.
ઈન્ડિગો તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ૨૩ ડિસેમ્બરે ઈન્ડિગોનું છ૩૨૦ વિમાન જે પોર્ટ બ્લેયરથી કોલકાતા માટે જઇ રહ્યું હતું, ત્યારે તેને પાછું પોર્ટ બ્લેયરમાં ઉતારવામાં આવ્યું હતું. પાયલોટને લાગ્યું કે એન્જિન નંબર બેના ઓઇલ પ્રેશરમાં કોઇ ગડબડ છે. ઈન્ડિગોએ કહ્યું કે, તમામ યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ કોઇ નુકસાન પહોંચ્યું નહોતું.
ત્યારબાદ પાયલોટે તાત્કાલિક તેને પાછું પોર્ટ બ્લેયરમાં ઉતારવામાં આવ્યું હતું. આ વિમાનને હવે લગભગ એક અઠવાડિયા માટે પોર્ટ બ્લેયરમાં જ રાખવામાં આવશે, જ્યાં તેના એન્જિનને રિપેર કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે, અગાઉ પણ ઈન્ડિગોના અમુક વિમાનોમાં આ પ્રકારની દુર્ઘટના થતી બચી હતી.
થોડાક દિવસ પહેલા દિલ્હીથી લખનઉ જનાર ઈન્ડિગોના વિમાનમાં બોમ્બની સૂચના મળ્યા બાદ તેને રોકી દેવામાં આવ્યું હતું, ત્યારે એક મહિલા યાત્રીએ ૧૫ ડિસેમ્બરે ફરિયાદ કરી હતી, કે લખનઉ જઇ રહેલી ઈન્ડિગોના વિમાનમાં બોમ્બ છે. ત્યારબાદ સુરક્ષાના કારણોસર વિમાનની ઉડાન કેન્સલ કરી દેવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY