વડાપ્રધાને પ્રયાગરાજ કુંભમાં ડૂબકી લગાવી ગંગા પૂજન કર્યું

0
7

પ્રયાગરાજ,તા.૨૪
વડા પ્રધાન મોદી પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુભ મેળામાં પહોંચ્યા છે. કુંભમાં તેમણે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની સાથે ગંગા પૂજન કરી અને સંગમમાં ડૂબકી લગાવી હતી. વડા પ્રધાને ભગવો ધારણ કરી અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારની વચ્ચે ગંગા પૂજન કર્યુ હતુ. પંચામૃત અને દૂધની ધારા ગંગામાં કરી અને વડા પ્રધાન મોદીએ પ્રયાગરાજના સંગમમાં પાંચ ડૂબકી લગાવની હતી.
વડા પ્રધાનને ગંગામાં ડૂબકી લગાવી ત્યારે મીડિયાના કેમેરાને દૂર રાખવામાં આવ્યા હતા. તેમણે ગંગાના પૂજનની સાથે આરતી પણ કરી હતી. મંચ પર વડા પ્રધાન મોદીની સાથે ઉત્તર પ્રદેશના મંત્રીમંડળના સભ્યો અને કેન્દ્રીય નેતાગીરી ઉપસ્થિત હતી. લોખંડી બંદોબસ્તની વચ્ચે આસ્થાના કુંભમાં પીએમ મોદીએ ડૂબકી લગાવીને પ્રયાગરાજમાં ગંગા સ્નાન કર્યુ હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY