પ્રેમ પ્રકરણમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા ૧૦ લોકો ઇજાગ્રસ્ત બન્યા

0
17

વડોદરા,
પાદરા તાલુકાના રણુ ગામમાં બુધવારે રાત્રે પ્રેમ-પ્રકરણમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. બંને જૂથોએ લાકડીઓ, ધારીયા જેવા જીવલેણ હથિયારો સાથે એકબીજા ઉપર હુમલો કર્યો હતો. આ જૂથ અથડામણમાં ૧૦ જેટલી વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. રમઝાન ઇદ પૂર્વે રણુ ગામમાં હિંસક અથડામણ થતાં પંથકમાં ભારે ચકચાર મચી ગઇ છે.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ ગામમાં મસ્જિદ પાસે રહેતા અને પ્લમ્બરનું કામ કરતા રમઝાન ઇસ્માઇલ સિંધાની નાની બહેન પરવીનાબાનું ગામમાં જ રહેતા અલ્લારખા મલેકના પુત્ર યાસિન સાથે ભાગીને નિકાહ કર્યા હતા. નિકાહ કર્યા બાદ યાસીન પોતાની પત્ની પરવીનાબાનુને પોતાના ઘરે લઇ આવ્યો હતો. બુધવારે રાત્રે સાડા આઠ વાગ્યાના સુમારે ભાગીને નિકાહ કરનાર પરવીનાબાનુનો ભાઇ રમઝાન સિંધા અને તેના પરિવારના સભ્યો કાલુભાઇ અહેમદ મલેક, બશીર નિઝામ પઠાણ અને સદાર ઇસ્માઇલ સિંધાને લઇ યાસીન અલ્લારખા મલેકના ઘરે ગયા હતા. અને પરવીનાબાનુને પરત સોંપી દેવા જણાવ્યું હતું. પરંતુ યુવતીએ યાસીન સાથે રહેવાનું જણાવતા તેઓ પરત ઘરે ચાલ્યા ગયા હતા.
દરમિયાન યાસીનના પિતા, ભાઇ યુસુફ, સહિત તેમના ફળિયાના લોકો ધારીયા, ભાલા, લાકડીઓ જેવા મારક હથિયારો સાથે બુમો પાડતા આવી પહોંચ્યા હતા. બીજી બાજુ પરવીનાબાનુનો ભાઇ રમઝાન સિંધા સહિત તેમના પરિવારજનો પણ ધારીયા, લાકડીઓ, પાઇપો જેવા મારક હથિયારો સાથે સામે આવી ગયા હતા. અને એકબીજા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. કેટલાક હથિયાર વિનાના લોકોએ પથ્થરમારો કર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY