ભાઇઓએ જમીન પડાવી લેતા બહેને આત્મવિલોપનનો પ્રયાસ કરતા ચકચાર મચી

0
3

રાજકોટ,
રાજકોટના કુવાડવા રોડ પર શિવશક્તિપાર્કમાં રહેતા પ્રેમીબેન ટપુભાઇ પરસાણા નામની મહિલાએ તેમના ભાઇઓ મુળજીભાઇ ટપુભાઇ પરસાણા, ધીરૂભાઇ પરસાણા, હરિભાઇ પરસાણા અને તેમના દીકરાઓએ અંદાજે રૂ.૧૦૦ કરોડની વારસાઇ જમીન પચાવી પાડી છે. બીજાના અંગૂઠાના આધારે જમીન પચાવી પાડ્યા બાદ તંત્રના ઉચ્ચ અધિકારીઓને લાંચ આપી બિનખેતી કરાવવા કારસો ઘડ્યાનો આક્ષેપ ક્યો હતો. પ્રેમીબેન સહિત ૩ લોકો ન્યાય માટે કલેક્ટર કચેરીએ આવી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે તેની અટકાય કરી લીધી હતી. કેરોસીન છાંટતા પોલીસ તુરંત જ પાણીના બોટલ છાંટી દીધી હતી.
૫ દિવસ પહેલા જ પ્રેમીબહેને વડાપ્રધાન અને મુખ્યમંત્રીને ઉદ્દેશીને કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, મારા ભાઇઓએ અગાઉ આ ખેતીની જમીન બિનખેતીમાં ફેરવવા અરજી કરી હતી. જેમાં અમે વાંધો રજૂ કરતા અને સૂચિત સોસાયટીમાં બાંધકામ હોય, સિવિલ કોર્ટમાં કેસ પેન્ડીગ હોય, ટીપી મુજબ રેકોર્ડમાં વિસંગતતા હોય અને જમીન બાંધકામને નડતર વૃક્ષો હોય જેવા કારણોસર બિનખેતીની અરજી ગ્રાહ્ય રાખી ન હતી. આમ બિનખેતીની અરજી બબ્બે વખત ગ્રાહ્ય ન રખાયા બાદ હાલના અધિકારીઓ દ્વારા તેને બિનખેતીમાં ફેરવવા નિર્ણય કરાયો છે. તે કલેક્ટર કચેરીએ કેરોસીન છાંટી આત્મવિલોપનો પ્રયાસ કર્યો હતો તે મોટુ પગલું ભરે તે પહેલા જ પોલીસે તેની અટકાય કરી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉથી જ આત્મવિલોપની ચીમકી આપતા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY