એક્ઝીક્યુટીવ કમિટીના ચેરમેન પદે ફરી પ્રેમચંદ લાલવણી
વિપક્ષ કોંગ્રેસના 13 પૈકી માત્ર 3 સભ્યો જ હાજર
નવસારી નગરપાલિકાની આજે મળેલી ખાસ સમગ્ર સભામાં આગામી અઢી વર્ષની બાકી રહેલી મુદ્ત માટે વિવિધ ૧૬ કમિટીઓની રચના અને તેના ચેરમેનોની વરણી કરવામાં આવી હતી. જેમાં એક્ઝીક્યુટીવ કમિટીના ચેરમેન પદે પ્રેમચંદભાઇ લાલવાણીને ફરીથી જવાબદારી સોંપવામાં આવી છે.
નવસારી નગરપાલિકાનાં નવા વરાયેલા પ્રમુખ કાંતુભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે સાંજે પ્રથમ યોજાયેલી ખાસ સમગ્ર સભામાં આગામી અઢી વર્ષની બીજા અને છેલ્લા તબક્કાની મુદ્ત માટે વિવિધ ૧૬ જેટલી કમિટીની રચના તથા ચેરમેનોની વરણીનું એકમાત્ર કામ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં મહત્વપૂર્ણ ગણાતી એક્ઝીક્યુટીવ કમિટીના ચેરમેન તરીકે ફરી વખત ભાજપે પીઢ નેતા પ્રેમચંદભાઇ લાલવાણીને જ જવાબદારી સોંપી છે. જ્યારે પ્રમુખ પદ માટે દાવેદાર રહેલા કર્ણ હરિયાણીને બાંધકામ સમિતિનાં ચેરમેન બનાવવામાં આવ્યા છે.
પ્રમુખપદનાં અન્ય દાવેદાર એવા આસીતભાઇ રાંદેરવાલાને ફાયર કમિટીનાં ચેરમેન બનાવાયા છે. આજની સભામાં વિપક્ષી કોંગ્રેસ પક્ષનાં ૧૩ પૈકી માત્ર ત્રણ જ સભ્યો હાજર રહ્યાં હતાં. જેમાં પ્રમોદભાઇ રાઠોડ, ધવલ કિર્તી દેસાઇ અને પિયુષભાઇ ઢીમ્મરનો સમાવેશ થાય છે. કહેવાય છે કે નેતા વિપક્ષનાં પદ માટે અંદરોઅંદર કોંગ્રસીઓમાં ખેંચતાણ ચાલતા સભ્યો ગેરહાજર રહ્યાં હતાં.
કઇ કમિટીમાં કોણ ચેરમેન ?
ક્રમ | કમિટીનાં નામ | ચેરમેનનાં નામ |
૧ | એક્ઝીક્યુટીવ | પ્રેમચંદભાઇ લાલવાણી |
૨ | પબ્લિક વર્કસ | કર્ણભાઇ હરીયાણી |
૩ | વોટર વર્કસ | ત્રિભોવનદાસ ચાવડા |
૪ | ડ્રેનેજ | રાજુભાઇ પટેલ |
૫ | સેનેટરી | હિમ્મતભાઇ પટેલ |
૬ | લાઇટ | સરજુભાઇ આજબાણી |
૭ | ફાયર | આસીતભાઇ રાંદેરવાલા |
૮ | ગાર્ડન એન્ડ એમ્યુઝમેન્ટ | શીલાબેન દેસાઇ |
૯ | માયનોર રીપેર | જશુબેન રાઠોડ |
૧૦ | લૉ | કલ્પનાબેન ઢીમ્મર |
૧૧ | ટાઉન ડેવલોપમેન્ટ | સંજયભાઇ શાહ |
૧૨ | મહેકમ | મીનાબેન દેસાઇ |
૧૩ | માધ્યમિક શાળા | અનિતાબેન મકવાણા |
૧૪ | સમાજકલ્યાણ | અશ્વિનીબેન મિસ્ત્રી |
૧૫ | સાંસ્કૃતિક | કેયુરબેન દેસાઇ |
૧૬ | મોટર ગેરેજ | હેમલતાબેન શુકલા |
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"