‘ભાજપે હંમેશા જ વિકાસનું રાજકારણ કર્યું છે,દેશમાં રાજકારણની ખોટી છબી માટે કોંગ્રેસ જવાબદાર,કાંગ્રેસની ૫૦ વાતોમાંથી ૪૫ જુઠ્ઠી

0
13

નમો એપ દ્વારા વડાપ્રધાને કર્ણાટકના કાર્યકર્તાઓને સંબોધિત કરી કોંગ્રેસ પર પ્રહારો કર્યા
અમુક લોકો લોલીપોપ બતાવી કર્ણાટક ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરી રહ્યાં છેઃ મોદી
ન્યુ દિલ્હી,તા.૨૬
નમો એપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારના રોજ કર્ણાટકના કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કાંગ્રેસ પર જારદાર પ્રહારો કર્યા. ચૂંટણી પહેલાં રાજ્યની કાંગ્રેસ સરકારના લિંગાયત દાવ પર નિશાન સાંધતા મોદીએ કહ્યુ કે બીજા પક્ષો વિકાસના રાજકારણથી બચવા માંગે છે અને તેમના માટે જાતિ, ધર્મ, પછાતનું રાજકારણ કરે છે. તેમણે કહ્યુ કે દરેક ચૂંટણીમાં એક ગ્રૂપને લોલીપોપ પકડાવી દે છે. તેનાથી મતદાતાઓ પણ ફસાઇ જાય છે.
પીએમે કહ્યુ કે કર્ણાટકમાં મારો એક જ એજન્ડા છે- ડેવલપમેન્ટ, ફાસ્ટ પેસ ડેવલપમેન્ટ, ઓલ રાઉન્ડ ડેવલપમેન્ટ. તેમણે કહ્યુ કે ભાજપે હંમેશા વિકાસનું રાજકારણ કર્યું છે. ડંકાની ચોટ પર વાત કરીને અમે વિકાસની વાતો કરીએ છીએ. બીજી સરકારો વિકાસના મુદ્દા પર ચર્ચા કરવાથી કાતરાય છે. આ એ પક્ષોને મંજૂર નથી કારણ કે તેમને વહેંચણીનું રાજકારણ કરવું છે.
પીએમ મોદીએ કાર્યકર્તાઓને કહ્યુ કે કાંગ્રેસ છેલ્લી ૨-૩ ચૂંટણીઓમાં સતત પરાજય બાદ હવે ૫૦ વાતોમાંથી ૪૦-૪૫ જુઠ્ઠાણા ફેલાવી રહી છે આથી તેમને જુઠ્ઠા, ગુમરાહ કરવા, વિદેશી એજન્સીઓને હાયર કરવાની રણનીતિનો સામનો કરવો પડશે. રસ્તાનું ઉદાહરણ આપતા મોદીએ કહ્યુ કે એકલા કર્ણાટમાં ૧૩ મોટા રોડ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને ૧૪ હજાર કરોડના કામ થઇ રહ્યાં છે.
કેન્દ્રમાં કાંગ્રેસની પૂર્વ સરકાર સાથે તુલના કરતાં તેમણે કહ્યુ કે ેંઁછના ચાર વર્ષના કાર્યકાળમાં કર્ણાટકમાં ૮૭૦૦ કરોડ રૂપિયના રોડ માટે ખર્ચ કરાયો. જ્યારે એનડીએની સરકારે રાજ્યમાં રોડ માટે ૨૭૦૦૦ કરોડ રૂપિયા લગાવ્યા છે. આગળ કહ્યુ કે નેશનલ હાઇવ નિર્માણ તેમના સમયમાં ૪ વર્ષમાં ૧ હજાર કિલોમીટર સુધી પણ નહોતું પહોંચી શકયું, અમે ૧૭૫૦ કિલોમીટરનું કામ કર્ણાટકની ધરતી પર કર્યું છે.
તેમણે કહ્યુ કે કર્ણાટક આગળ વધતા દેશ આગળ વધશે. મોદીએ કહ્યુ કે શહેરોના માળખાના વિકાસમાં કાંગ્રેસે ૪ વર્ષમાં ૩૮૦ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. અમે ચાર ગણા ૧૬૦૦ કરોડ રૂપિયા ખર્ચ કર્યા. તેનાથી મધ્યમ વર્ગ અને ગરીબોનું હિત પૂરું થાય છે અને યુવાનોને રોજગારી મળે છે.
જળવાયુ પરિવર્તનની વાતકરાતં મોદીએ કહ્યુ કે કાંગ્રેસના ૪ વર્ષના કાર્યકાળમાં રીન્યુએબલ એનર્જી ૨૦૦૦ મેગાવોટ જાડી, અમે ચાર વર્ષમાં ૭૮૦૦ મેગાવોટ કરી. કર્ણાટકમાં સોલાર ઉર્જા પર તેમણે કહ્યુ કે કાંગ્રેસે ૩૧ મેગાવોટ કામ કર્યું અને જયારે ભાજપની સરકારે કેટલાંય ગણું આગળ કામ કર્યું છે.
પીએમે કર્ણાટકના કાર્યકર્તાઓને કહ્યુ કે અમે બાળકોના અભ્યાસ, વૃદ્ધઓની દવા અને યુવાનોની કમાણી પર ફોકસ કરવા માંગીએ છીએ. ગરીબીથી મુક્તિ ઇચ્છીએ છીએ તો ગરીબોને મજબૂત કરવા પડશે. તેમણે કહ્યુ કે કેન્દ્ર સરકારની ૨૦૨૨ની યોજનાઓને અનુકૂળ રાજ્યમાં સરકાર બનાવો. તેમણે કહ્યુ કે અમારા સંગઠનની શક્તિ એટલી છે કે કોઇપણ ચૂંટણીમાં પરાજય આપી શકે તેમ નથી. તેઓ નાણાં, જુઠ્ઠ, પરિવારવાદ, વંશવાદ, જાતિવાદના આધાર પર ચૂંટણી લડે છે. અમે એકતા, સબકા સાથ સબકા વિકાસના મંત્રને લઇ આગળ વધીએ છીએ.
તાજેતરમાં આવેલા કેટલાંક સર્વેમાં કહ્યુ છે કે રાજ્યમાં કોઇપણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળશે નહીં. તેના પર નિશાન સાંધતા મોદીએ કહ્યુ કે કાંગ્રેસ હારવાની છે તો લોકો કહી રહ્યા છેકે ત્રિશંકુ વિધાનસભા બનશે. આંકડાઓ અને અંદાજાના આધાર પર જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. તેમણે કહ્યુ કે ૨૦૧૪મા પણ બહુમતી નહીં મળે તેવું જુઠ્ઠાણું ફેલાવ્યું હતું. તેમણે કાર્યકર્તાઓને કહ્યુ કે તમે કર્ણાટકનું ભાગ્ય બદલવા માટે પૂર્ણ બહુમત વાળી સરકારના મંત્રને લઇ આગળ ચાલો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY