સુરત,તા.૧૯
હાલમાં સુરત ગ્રામ્ય એલસીબીમાં ફરજ બજાવતા અને જ્યારે કડોદરા જીઆઈડીસીમાં ફરજ બજાવતા હતા ત્યારે પીએસઆઈ દ્વારા ફરિયાદી પાસે લાંચની માંગણી કરવાના કેસમાં ગ્રામ્ય એસીબીએ ધરપકડ કરી છે. લાંચની ડિમાન્ડ અંગેની એસીબીએ તેમના વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
સુરતનાં કડોદરા જીઆઈડીસી પોલીસ મથકનાં પીએસઆઈ આર.ડી.પઠેરિયા હાલમાં ગ્રામ્ય એલસીબીમાં ફરજ બજાવે છે. જે તે સમયે જ્યારે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં હતા ત્યારે ૧૫૧ની ફરિયાદનાં આરોપી પાસેથી તેમણે રૂપિયા ૮ હજારની લાંચ માંગી હોવાની એસીબીમાં ફરિયાદ થઈ હતી. જે સંદર્ભે તેમની સામે ગ્રામ્ય એસીબીએ તેમની વિરૂધ્ધ લાંચની ડિમાન્ડ અંગેની ફરિયાદ દાખલ કરી હતી. જે ગુનામાં આજરોજ પીએસઆઈ આર.ડી.પઠેરિયાની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



