રાજપીપળા : નર્મદ ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવતા પ્રવાસીઓને આગામી 12 મી ડિસેમ્બર સુધી લેશર શો જોવા નહિ મળે કેમકે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા આજે આ નિર્ણય લેવાયો છે જેથી આજથી લેસર સો બંધ કરી દેવાયો હોય તેનું પણ મેન્ટેન્સ કરવામાં આવશે સાથે આગામી 15 મી ડિસેમ્બરે રાષ્ટ્રપતિ રામ કોવિંદ આવના છે અને 20,21,22 વડાપ્રધાન નરેદ્ર મોદી અને રાજનાથ સિંહ, સાથે તમામ દેશની સુરક્ષા એજન્સીઓ ડીજીપીઓ અને ગુહમંત્રીઓ આવનાર હોય આ ભવ્ય કાર્યક્રમ માટે લેસર સો ને અપડેટ કરવામાં આવશે અને વધુ આકર્ષક બનાવવા માં આવશે સાથે લેશર સો માટે ફૂડ કોર્ટ ઉપર પ્રવાસીઓ નિહાળી શકે એવી ગેલેરી બનાવી છે પરંતુ લિફ્ટ ની દીવાલને લઈને પ્રવાસીઓ ને બરાબર દેખાતું ન હોય માટે હવે ફૂડ કોર્ટ બહાર પરિસરમાં બેઠક વ્યવસ્થા બનાવાશે જેથી પ્રવાસીઓ શાંતિથી બેસી ને લેશર સો નિહાળી શકે, આ તમામ કામગીરી કરવાની બાકી હોય જેને લઈને હાલ તંત્ર દ્વારા લેશર શો બંધ કરવામાં આવ્યો છે જોકે 12 ડિસેમ્બરના આ લેશર સો ફરી શરૂ કરાશે એમ જાણવા મળ્યું છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





