પૂર્વ કચ્છના વરસામેડી ની સીમમાંથી જુગાર પકડી પાડતી ગાંધીધામ એલ.સી.બી પોલીસ

0
79

પૂર્વ કચ્છ ગાંધીધામ એલ.સી.બી પોલીસ ઇન્સપેકટર જે.પી.જાડેેજા ને બાતમી હકિકત મળેલ કે હુશેન અબ્દુલ મંધરા રહે. વરસામેડી સીમ બાગેંશ્રીનગર-વ, મકાન ૧૧૧.તાલુકો અંજાર મુળ કાઠડા તાલુકો માંડવી વાળો પોતાના મકાનની પાછળના ભાગે ખુલ્લા પ્લોટમાં જાહેરમાં બહારથી ખેલીઓ બોલાવી ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડે છે અને હાલે તે જુગાર ચાલુમાં છે તેવી હકિકત આઘારે એલ.સી.બી સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ આવી દુરથી જોતાં અમુક ઈસમો કુંડાળુ કરી બેઠેલ જોવામાં આવતાં તુરત કોર્ડન કરી પકડી પાડેલ જેના નામ, ઠામ પુછતાં (૧) શાદીક ઈબલા સમીજા ઉ.વ.૩ર (ર) હુશેન અબ્દુલ મંઘરા ઉ.વ.૩૭ (૩) રમેશભા મ્યારભા ગઢવી ઉ.વ.૪૦ (૪) આનંદ અંબાભાઈ સથવારા ઉ.વ.રપ (૫) મહેશ માવજી સથવારા ઉ.વ.૩૮ (૬) પ્રકાશ રવજી દામા ઉ.વ.૪ર (૭) જેઠા બીજલ સથવારા ઉ.વ.પ૩ (૮) રાજભા ગાંડાજી વાઘેલા ઉ.વ.૩ર રહે.તમામ અંજાર તથા ગાંધીધામ વાળાઓના કબ્જામાંથી રોકડા રૂ.૧,૨૪,૦૦૦/- કબ્જે કરી વધુ તપાસ માટે અંજાર પોલીસને સોપેલ છે આ કામગીરીમાં એલ.સી.બી ગાંઘીઘામ પી.આઈ. જે.પી.જાડેજા,પી.એસ.આઈ એમ.કે.ખાંટ એ.એસ.આઇ. લક્ષ્મણ આહીર,પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર પરમાર, નરશીભાઇ પઢીયાર, પ્રહલાદસિંહ ચુડાસમા,પોલીસ કોન્સ્ટબલ મહેન્દ્રસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, કમલેશભાઇ ચાવડા, અજયસિંહ ઝાલા,હરપાલસિંહ ઝાલા, તથા મેરકુભાઇ આલાણી વિગેરે જોડાયા હતા

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092            ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY