ગેંગ રેપ વેળા કયા મુદ્દા ઉઠ્યા

0
86

નવી દિલ્હી,તા.૯
સમગ્ર દેશને હચમચાવી મુકનાર નિર્ભયા ગેંગરેપ અને મર્ડરના ચર્ચાસ્પદ મામલામાં અપરાધીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશનને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી હતી અને અપરાધીઓની મૃત્યુદંડની સજા અકબંધ રાખી હતી. આ પહેલા સુપ્રીમ કોર્ટે ચોથી મેના દિવસે અપરાધી પવન, વિનય અને મુકેશની ફેરવિચારણા અરજી ઉપર ચુકાદો અનામત રાખ્યો હતો. ચોથા અપરાધી અક્ષય દ્વારા ફેરવિચારણા અરજી દાખલ કરવામાં આવી ન હતી. દિલ્હીમાં ૧૬ અને ૧૭મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે ગેંગરેપનો આ બનાવ બન્યો હતો. છ અપરાધીઓએ દક્ષિણ દિલ્હીમાં ચાલતી બસમાં લિફ્ટ આપવાના બનાને પેરામેડિકલની વિદ્યાર્થીનીને તેના બોયફ્રેન્ડ સાથે બેસાડી લીધી હતી પરંતુ ત્યારબાદ તેમની સાથે અમાનવીય અત્યાચાર કરવામાં આવ્યો હતો. ગેંગરેપની સાથે સાથે તેને નિર્દયરીતે માર મારીને ફેંકી દેવામાં આવી હતી. ૨૯મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે સિંગાપોરની હોÂસ્પટલમાં તેનું મોત થયું હતું. તેના મોતની સાથે દેશ હચમચી ઉઠ્યું હતું અને ગેંગરેપની ઘટનાથી સરકારની સાથે સાથે દેશના લોકોમાં આક્રોશનું મોજુ ફેલાયું હતુ ંઅને તે મુદ્દે અનેક મુદ્દાઓ રાતોરાત ઉઠ્યા હતા તે નીચે મુજબ છે.
¨ દિલ્હી પોલીસમાં રહેલી ખાલી જગ્યાઓને તરત ભરવા અને પીસીઆર વાનની વ્યવસ્થા અસરકારક બનાવવા માટે રજૂઆત કરાઇ
¨ પીસીઆર વાન દ્વારા પેટ્રોલિંગને નિયમિત કરવાની રજૂઆત કરાઇ હતી
¨ પÂબ્લક પ્રોસિક્યુટરની સંખ્યામાં વધારો કરવાની માંગ કરાઇ હતી
¨ એડિશનલ ફોરેÂન્સક લેબ સ્થાપિત કરવાની માંગ કરાઇ હતી
¨ રેપમાં બચી ગયેલી યુવતિઓ અને મહિલાઓ માટે સિગલ વિન્ડો ડિસબર્સમેન્ટ સ્કીમની માંગ કરવામાં આવી
¨ ટિનટેન્ડ ગ્લાસ ગાડીઓમાંથી દુર કરવાની માંગ કરવામાં આવી
¨ મોટા ભાગે ઓછા લોકો જ્યાં અવર જવર કરે છે ત્યા વધુ સીસીટીવી મુકવાની માગ કરાઇ
¨ મોટા ભાગના માર્ગો પર વધારે સારી લાઇટિંગની સુવિધા
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY