શિક્ષણના નામે વિદ્યાર્થીની સાથે અડપલાં કરતા લંપટ શિક્ષક ને સજા ફટકારતા ચકચાર

0
379

રાજપીપળાના ટ્યુશન ક્લાસ સંચાલક કેયુર ગાંધીને એમના જ ટ્યુશનની વિદ્યાર્થીની સાથે અડપલાં કરવાના કેસમાં 1 વર્ષની કેદ.

વર્ષ 2010માં કેયુર ગાંધીએ એમના જ ટ્યુશનમાં આવતી વિદ્યાર્થિનીને ઘરના ત્રીજા માળે બારી બંધ કરવા મોકલી હતી,દરમિયાન પાછળથી આવી એની સાથે અડપલાં કર્યા હતા આ મામલે વિદ્યાર્થીનીની માતાએ ફરિયાદ નોંધાવી હતી.

રાજપીપળા:ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.આ જ કારણે એક અતૂટ વિશ્વાસે માતા-પિતા પોતાના પુત્ર અને પુત્રીને શાળાએ અને ખાનગી ટ્યુશન ક્લાસમાં અભ્યાસ અર્થે મોકલતા હોય છે.પણ એ જ ભગવાન રૂપી ગુરુ પોતાને ત્યાં આવતી વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કરે ત્યારે વાલીઓમાં પણ ગુરુ પ્રત્યે અવિશ્વાસ પેદા થાય છે.તો આવો જ એક ટ્યુશન ક્લાસના સંચાલક દ્વારા પોતાને ત્યાં જ ટ્યુશને આવતી એક વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનો ગુરુ-શિષ્યના સંબંધને લાંછન લગાવતા એક કિસ્સા મામલે વર્ષ 2010માં રાજપીપળા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં રાજપીપળાની કોર્ટે ટ્યુશન સંચાલકને 1 વર્ષની સાદી કેદ અને 5000 રૂપિયાનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

નર્મદા જિલ્લાના મુખ્ય સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલે આ કેસની વિગત આપતા જણાવ્યું હતું કે રાજપીપળામાં રહેતા કેયુર પ્રવિનચંદ્ર ગાંધી આલ્ફા ટ્યુશન ક્લાસના નામે એક ખાનગી ટ્યુશન ચલાવે છે.કેયુર ગાંધીએ વર્ષ 17/10/2010માં એના જ ટ્યુશનમાં આવતી ધોરણ-9 ની વિદ્યાર્થિનીને પોતાના ઘરના ત્રીજા માળની બારી બંધ કરવા મોકલી હતી.બાદ એ ટ્યુશન સંચાલકે પાછળથીી આવી વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કર્યા હતા.બાદ ભોગ બનનાર વિદ્યાર્થીનીની માતાએ કેયુર ગાંધી વિરુદ્ધ રાજપીપળા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આ કેસ નીચલી કોર્ટમાં ચાલી જતા શંકાનો લાભ આપી 19/4/2016ના રોજ કેયુર ગાંધીને નિર્દોષ છોડી મુકાયો હતો.

ત્યાંર બાદ આ કેસ 10/5/2016 ના રોજ રાજપીપળાની એડિશનલ સેસન્સ કોર્ટમાં દાખલ કરાયો હતો.આ કેસ રાજપીપળાની એડિશનલ સેસન્સ કોર્ટમાં ચાલી જતા જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલ દ્વારા રજુ કરેલ ચુકાદાઓ તથા પુરાવાઓને ધ્યાને રાખી કોર્ટે કેયુર પ્રવીણચંદ્ર ગાંધીને કલમ 354 હેઠળ કસૂરવાર ઠેરવ્યો હતો.અને એને 1 વર્ષની સાદી કેદ તથા 5000 રૂપિયાનો દંડ ફાટકારતો ચુકાદો આપ્યો હતો.જો કે આરોપી કેયુર ગાંધીને હાઈકોર્ટમાંથી જામીન મેળવવાની શરતે રાજપીપળા કોર્ટે 30 દિવસના જામીન આપ્યા હોવાનું જાણવા મળે છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજપીપળા કોર્ટ દ્વારા તમામ પુરાવાઓ ધ્યાને રાખીને જ આ ચુકાદો અપાયો હશે.તો રાજપીપળામાં બનેલા આ લાંછનરૂપ કિસ્સાના ચુકાદા બાદ વાલીઓ પણ પોતાના વ્હાલ સોયા દીકરા-દીકરીને અમુક ખાનગી ટ્યુશન ક્લાસમાં મુકતા પેહલા 100 વખત વિચાર કરશે એમ લાગી રહ્યું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY