નર્મદા આર.ટી.ઓ કચેરીમાં કેટલાક એજન્ટો દ્વારા ઉઘાડી લૂંટ માં કોની કોની મિલીભગત..?
મામૂલી કામ માટે પણ ડબલ પૈસા લેવાતા હોવાની બૂમ છતાં લૂટ હજુ યથાવત,લાગતા વળગતા અધિકારીઓ શુ આ બાબત થી અજાણ છે…?
રાજપીપલા:નર્મદા જિલ્લા આર.ટી.ઓ.ની વાવડી પાસે આવેલી કચેરી માં કેટલાક એજેન્ટો દ્વારા લૂંટ ચલાવાઈ રહી હોવાની બૂમ સંભળાઈ રહી છે જેમાં મામૂલી આર.ટી.ઓ.કચેરી ના કામ માટે ગયેલા અમુક વાહનચાલકો પાસે બમણા પૈસા લેવાઈ રહ્યા છે તો શું લાગતા વળગતા અધિકારીઓ આ બાબતે અજાણ છે…? કેમ આવા લૂંટ ચલાવતા અને ગેરકાયદેસર કચેરી ના ઓટલા પર બેસી વેપલો ચલાવતા અમુક એજન્ટો ને ત્યાં ખુલલોદોર અપાયો છે…?
આમ તો દરેક સરકારી કામગીરી માં વચેટિયાઓ માથું મારીને પોતાનો રોટલો શેકતા હોય છે જેમાં અમુક કચેરીયોંમા અમુક અધિકારી કે કર્મચારીઓનો પણ ભાગ હશે પરંતુ રાજપીપલા શહેર થી દૂર ગયેલી વાવડી સ્તિથ આર.ટી.ઓ. કચેરી માં નાના કામ ાટે દૂર સુી જવાનું ટાળતા અમુક વાહનચાલકો એજન્ટો ાા કામ કરાવી લેતા હોય એ સ્વાભાવિક છે પરંતુ લાઇસન્સ રીન્યુ કરાવવાનું કે એચ.ી.કેન્સલ કરાવવા જેવા મામૂલી કામ માટે પણ એજન્ટો સીધી બમણી રકમ લેતા હોવાની વાત સામે આવતા આ રીતે લુંટાતા લોકો કોને ફરિયાદ કે..? કેમકે જો અમુક સીધા જાય તો એમને ગમેતે બહાને ધક્કે ચઢાવાતા આખરે આવા લોકો એજન્ટોનોજ સહારો લેવા મજબુર થઈ જાય છે અને અંતે એ લૂંટ નો ભોગ બનતા હોાની પણ વાત છે
એક વાહનચાલકના જણાવ્યા મુજબ તેને બાઈક લોન પર લીધા બાદ લોન પુરી થઈ ત્યારે એચ.પી.કેન્સલ કરવા એક એજ્ટ ને પૂછતાં તમામ જરૂરી દસ્તાવેજો આ એજન્ટે વાહનચાલક પાસે મંગાવ્યા ત્યાર બાદ ફક્ત આર.ટી.ઓ.માં નિયમ મુજબ ફી ભરવાની હોય જે માત્ર 200/- રૂપિયા હોય છે અને તેની રસીદ પણ કચેરી માંથી અપાય છે પરંતુ આ એજન્ટ મહાશયે આ કામ માટે એમ જણાવ્યું કે આમ તો 609/- જેવા થાય પણ તમારી પાસે 400/- રૂપિયા લઇશ ત્યારે પાર્ટી સીધી કચેરી પર જતા ફક્ત 200/- માંજ કામ પત્યું ત્યારે સવાલ એ ઉભો થાય કે ડબલ રૂપિયા વસુલતા આવા અમુક એજન્ટો પર કોની મેહરબાની હશે….?! શું આર.ટી.ઓ.અધિકારી આ માટે તપાસ કરી લુંટાતા વાહનચાલકો ને બચાવશે…? અને ગેરકાયદેસર બેસી ત્યાં બેસી રોજી મેળવતા એજન્ટો પૈકી અમુક લૂંટ કરનારાઓ ને સૂચના આપશે .
હું આ બાબતે ત્યાં આવીશ ત્યારે કડક સૂચના આપીશ- આર.ટી.ઓ.અધિકારી પોખીયા
આ બાબતે હાલ ભરૂચ આર.ટી.ઓ.માં ફરજ બજાવતા અને નર્મદા આર.ટી.ઓ.તરીકે નો ચાર્જ સાંભળતા પોખીયા સાહેબે ટેલિફોનિક વાત માં જણાવ્યું કે આ લોકો કોઈ લાઇસંસ લઈ કામ નથી કરતા આતો ઘણા વર્ષો થી આ કામગીરી સાથે સંકળાયેલા હોય ખરેખર ગેરકાયદેસર કામ કરે છે પરંતુ એમની રોજી રોટી મેળવ્યા કરે એવી સારી ભાવના થી કામ કરવા દઈએ પણ છતાં આ બાબતે હું ત્યાં આવીશ ત્યારે કડક સૂચના આપીશ .
ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"