અંકલેશ્વરમાં ફરી એકવાર ભંગારના ગોડાઉનમાં આગ લાગતાં નાસભાગ મચી જવા પામી હતી

0
140

અંકલેશ્વર,
૩૧/૦૩/૨૦૧૮

પ્રાપ્ત વિગતો અનુસાર વાલિયા રોડ પર આવેલ સેંટપોલ સ્કુલની સામે ભંગારના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગતા અફડાતફડીનો માહોલ મચી ગયો હતો. સદ્નસીબે તેની જાણ અંકલેશ્વર ડી.પી.એમ.સી ને થતા ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી ગયું હતું રજાને કારણે શાળામાં બાળકો ન હતા તેમજ સમયસર આવી પહોંચતા આગ કાબુમાં લેવાઇ હતી

અત્રે ઉલ્લેખનીય છે કે અસહ્ય ગરમી અને એક્સપ્લોઝિવ ખાલીખમ ડ્રમ તેમજ કચરો ભરી લાવતાં ભંગારીયાઓ છેલ્લા ઘણા સમયથી આગના મૂળ કારણભૂત બન્યા છે, છાશવારે ભંગારના ગોડાઉનમાં જ આગ લાગતાં અંકલેશ્વર ના ભંગારીયાઓ ની ગતિવિધિ ફરી એકવાર શંકાના દાયરામાં આવી ગઈ છે ત્યારે જોવાનું એ રહે છે કે જીપીસીબીઅને સ્થાનિક પોલીસ સત્યને બહાર લાવે તેવા હુકમો ઉપરી અધિકારીઓ આપે તો જ આ ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનો સિલસિલો બંધ થઈ શકે તેમ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY