હિમોફિલિયાના દર્દીઓને મફત સારવારની અપીલ સાથે રાજપીપળામાં રક્તદાન કેમ્પ યોજાયો

0
19

કેન્દ્ર સરકાર દ્વારા હિમોફિલિયાના દર્દીઓને દિવ્યાંગના લાભો આપવાનું નક્કી કર્યું,ગુજરાત સરકારની યોજનાઓ આશીર્વાદ સમાન.

રાજપીપળા:
વિશ્વ હિમોફિલિયા દિવસ વિશ્વભરમાં 17મી એપ્રિલે હિમોફિલિયા નામના અસાધ્ય રોગ સામે જાગૃતિ લાવવા ઉજવાય છે.તો આ રોગ પ્રત્યે વધુ જાગૃતિ લાવવા રાજપીપળાના આ રોગથી પીડિત દિવ્યેશ ગાંધીની પત્ની મનીષા ગાંધી દર 17મી એપ્રિલે રક્તદાન કરે છે.તે મુજબ એમના પરિવાર અને મિત્રમંડળે રાજપીપળા રેડક્રોસ સોસાયટીમાં 17મી એપ્રિલે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું.જેમાં મનીષા ગાંધી,નર્મદા જિલ્લા રેડક્રોસ સોસાયટીના વા.ચેરમેન ડો.દર્શના દેશમુખ,અજિત પરીખ સહિત પરિવારજનો અને અન્ય લોકોએ રક્તદાન કરી આવા અસાધ્ય રોગ સામે જન જાગૃતિ ફેલાવવા નાનકડો પ્રયાસ કર્યો હતો.

જોકે આ ગાંધી દંપતીના પ્રયાસો થકી સમગ્ર ગુજરાતની સિવિલ હોસ્પિટલોમાં હિમોફિલિયાની મફત સારવાર ઉપલબ્ધ કરાવવા ગુજરાત સરકારે પરિપત્ર બહાર પડ્યો છે.પરંતુ આ સારવાર સમગ્ર દેશમાં લાગુ કરવા પીએમ મોદીને આજના દિવસે પતિ-પત્ની સહિત સર્વ રક્તદાતાઓએ અપીલ પણ કરી હતી.નર્મદા જિલ્લા રેડક્રોસ સોસાયટીના તબીબ ડો.જે.એમ.જાદવે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે આ રોગના દર્દીઓને દિવ્યાંગ તરીકેના લાભો આપવાનું પણ નક્કી કર્યું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY