ભરૂચ જિલ્લામાં બેરોજગારીના મુદ્દે જિલ્લા યુથ કોંગ્રેસે પદયાત્રા કાઢી કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું

0
160

ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્રારા ભરૂચ જિલ્લામાં વધતી જતી બેરોજગરોની સંખ્યાને લઈને આજ રોજ ભરૂચ તાલુકાના દેરોલ ગામથી પદયાત્રા કાઢી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ભરૂચ;
ભરૂચ જિલ્લામાં એશિયાની મોટામાં મોટી જી.આઈ.ડી.સી આવેલ હોવા છતાં પણ ભણેલા ગણેલાઓને બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે.ભરૂચ જિલ્લાના પાંચ તાલુકાઓમાં ઝઘડિયા, દહેજ, વાગરા અને ભરૂચ જી.આઈ.ડી.સીઓ આવેલ હોવા છતાં પણ લોકોને નોકરી માટે આમ તેમ વલખા મારવા પડી રહ્યા છે.સરકાર દ્રારા અવાર નવાર રોજગાર મેળાઓ યોજી લોકોને નોકરી આપવાની વાતો કરી રહી છે પણ પરિસ્થિતિ હજુ ત્યાંને ત્યાંજ હોવાની વાતો સાથે આજ રોજ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પાર્ટી દ્રારા રોજગારોને સરકાર દ્રારા નોકરી આપવામાં આવે તે હેતુથી ભરૂચ તાલુકાના દેરોલ ખાતેથી બેરોજગાર યુવા પદયાત્રા રેલી કાઢવામાં આવી હતી.

બેરોજગારો માટે નીકળેલી પદયાત્રા રેલીનું રસ્તામાં અવતાં ગામ થામ, કંથારીયા,જંબુસર બાય પાસ ચોકડી,શેરપુરા ખાતે ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યુ હતું.ત્યાર બાદ પદયાત્રા ભરૂચ જિલ્લા કલેકટર કચેરી પહોંચી હતી જ્યાં પહેલાથી ચુસ્ત પોલીસ બંદોબસ્તના લીધે પોલીસ અને યુવા કાર્યકરો વચ્ચે અંદર જાવા બાબતે ધક્કા મુક્કી કરવામાં આવતાં કાર્યકરો ઉશ્કેરા હતાં અને આવેદનપત્ર આપ્યા વગર પાછા ફર્યા હતાં.જોકે આવનારા દિવસોમા આનાથી મોટી રેલી યોજી પ્રજા સાથે અહીં હજાર થવાની ચીમકી પણ યુવા કાર્યકરોએ ઉચ્ચારી હતી.

આ બેરોજગાર પદયાત્રામાં ગુજરાત પ્રદેશના યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ,જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાં યુવા આગેવાન અને જિલ્લા પંચાયતના સભ્ય શકીલ અકકુજી,ગણેશ સુગરના ચેરમેન સંદીપ મંગરોલા,નગર પાલિકાના સભ્ય અને યુવા આગેવાન સંશાદલી સૈયદ,કોંગેસ પાર્ટીના ખજાનચી પરિમલસિંહ રણાં,આઈ.ટી.સેલના જિલ્લા પ્રમુખ કાલુ ચૌહાણ,દહેગામના યુવા સરપંચ ઈલીયાશ પટેલ હાફેજી દયાદરાવાળા સહિત મોટી સાંખ્યમાં કાર્યકરો અને બેરોજગરો હાજર રહ્યા હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY