પાકિસ્તાને રાજારી સેક્ટરમાં ફાયરિંગ કર્યું : ભારતે આપ્યો જડબાતોડ જવાબ

0
9

રાજારી,તા.૫
જમ્મુ કાશ્મીરના પુંછમાં પાકિસ્તાને ફરીવાર ભારતીય ચોકીઓને નિશાન બનાવી સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. પાકિસ્તાને પુંછ બાદ રાજારીના કેરી સેક્ટરમાં પણ ફાયરિંગ કર્યુ. જેમા મહમંદ મહરુફ નામનો એક નાગરિત ઘાયલ થયો. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પાકિસ્તાને ભારતીય સીમામાં ફાયરિંગ સાથે મોર્ટારનો પણ મારો કર્યો. તેના વળતા જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો.
આ પહેલા પાકિસ્તાને બીજી મેના દિવસે પુંછમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ હતુ. પાકિસ્તાને ભારતીય ચોકી પર ગોળીબાર અને મોર્ટારનો મારો કર્યો. જે બાદ ભારતીય સેનાએ મોરચો સંભાળી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાન આતંકવાદીઓને ઘુસણખોરી કરાવવા માટે સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરે છે. ત્યારે ફરીવાર પાકિસ્તાને ભારતીય ચોકીને નિશાન બનાવી છે. જેનો જવાબ ભારતીય જવાનોએ આપ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY