રાજસ્થાન સહિત નવ રાજ્યમાં તોફાનનું તાંડવ : ૧૧૦ના મોત

0
169

(સંપૂર્ણ સમાચાર સેવા)
જયપુર-આગરા,તા. ૩
રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિત દેશના નવથી વધુ રાજ્યોમાં વરસાદ અને તોફાને ભારે તાંડવ મચાવ્યું હતું. આ તાંડવમાં ૧૧૦થી પણ વધુ લોકોના મોત થઇ ગયા છે. સેંકડો લોકો ઘાયલ થયા છે. જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયું છે. મોતનો આંકડો હજુ પણ વધી શકે છે. રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે નુકસાન થયું હોવાના અહેવાલ મળ્યા છે. બચાર અને રાહત કામગીરી તમામ અસરગ્રસ્ત રાજ્યોમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ તેમજ પંજાબના જુદા જુદા ભાગોમાં વિનાશકારી તોફાનના કારણે ઓછામાં ઓછા ૧૧૦ લોકોના મોત થયા છે. લોકો ઘાયલ થયા છે. ધુળ ભરેલી આંધી સાથે આવેલા તોફાનમાં ભારે નુકસાન થયુ છે. કેટલીક જગ્યાઓએ વરસાદ પણ તુટી પડ્યો છે. નવથી વધુ રાજ્યોમાં પ્રચંડ તોફાનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઇ ગયાછે. કાચા મકાનો પડી ગયા છે. પાકા મકાનોને પણ નુકસાન થયું છે. મકાનોની દિવાલ ધરાશાયી થવા, હોલ્ડિંગ પડવા, વિજ કરંટ અને અન્ય સંબંધિત ઘટનાઓમાં ભારે તબાહી થઇ છે. આંધી અને વરસાદના કારણે તાપમાનમાં ૧૦ ડિગ્રી સુધીનો ઘટાડો થયો હતો. મૌસમ વિભાગના નિષ્ણાંતોએ કહ્યુ છે કે પશ્ચિમી ડિસ્ટર્બન્સના કારણે આવેલા આ તોફાના કારણે જનજીવન ખોરવાઇ ગયુ હતુ. પંજાબમાં પણ તેની અસર જાવા મળી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે કહ્યુ છે કે પશ્ચિમી ઉત્તરપ્રદેશના છ જિલ્લામાં ૬૪ લોકોના મોત થયા છે. જે પૈકી આગરામાં સૌથી વધુ ૪૫ લોકોના મોત થયા છે. બિઝનૌરમાં ત્રણ લોકોના મોત થયા છે. સહારનપુરમાં બે લોકોના મોત થયા છે. ચિત્રકુટમાં એક, રાયબરેલીમાં એક અને બરેલીમાં એક વ્યÂક્તનુ મોત થયુ છે. કાનપુરમાં પણ બે લોકોના મોત થયા છે. ઉત્તરપ્રદેશના મહેસુલી અને રાહત અધિકારીએ કહ્યુ છે કે મોતનો આંકડો વધી શકે છે. આગરામાં સૌથી વધારે અસર થઇ છે. ઉત્તરપ્રદેશના ૩૧ જિલ્લાઓમાં સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. આગરાના સંબંધિત વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, ૨૪ કલાકની અંદર રાહત સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને ૨૪ કલાકમાં ૪-૪ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઘાયલ થયેલા લોકોને ૫૦-૫૦ હજાર રૂપિયાની સહાયતા જાહેર કરવામાં આવી છે. આગરાના શહેરી ક્ષેત્રના બદલે ગ્રામિણ વિસ્તારોમાં વધારે તબાહી થઇ છે. માત્ર ૯૦ મિનિટ સુધી આંધી, વરસાદ અને પ્રચંડ પવનના કારણે સેંકડો વૃક્ષો ધરાશાયી થયા હતા. શહેરી ક્ષેત્રોમાં હો‹ડગ્સ પડી ગયા હતા. તાજમહેલ સંકુલમાં પણ બે વૃક્ષો ધરાશાયી થયા છે. એકલા આગરામાં શહેર અને ગ્રામિણમાં મળીને ૪૫ના મોત થયા છે. ખેરાગઢમાં સૌથી વધુ ૧૫ના મોત થયા છે. બીજી બાજુ જયપુરથી પ્રાપ્ત અહેવાલ મુજબ રાજસ્થાનના બીકાનેર, ભરતપુર, અલવર અને ધૌલપુરમાં તોફાનના કારણે સૌથી વધારે નુકસાન થયુ છે. રાજસ્થાનમાં ૧૩૭ના મોત થયા છે. આ તમામ જિલ્લાઓમાં વિજળી ડુલ થઇ ગઇ છે. ચુરુ, પિલાની, દોસા અને ઝુંઝુનુમાં કરા પડ્યા છે. રાજસ્થાનના પાટનગર જયપુરમાં પણ વરસાદી છાંટા પડ્યા છે. જાનમાલનું ભારે નુકસાન થયું છે. મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાએ તમામ અધિકારીઓ અને મંત્રીઓને તોફાનગ્રસ્ત વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરીમાં જાડાઈ જવા અપીલ કરી છે. માર્યા ગયેલા લોકો અંગે દુખની લાગણી વ્યક્ત કરી છે. ગુલાબચંદ કટારિયા અને અલવર અને અરુણ ચતુર્વેદીને ધોલપુરની જવાબદારી સોંપવામાં આવી છે. હાલત ખુબ જ કફોડી બનેલી છે. આગરા જિલ્લામાં ૪૮.૨ મીમી વરસાદ થયો છે.
અલવરમાં ત્રણ, ભરતપુરમાં ૯ અને ધોલપુરમાં બેના મોત થયા છે. તોફાનની ગતિ આશરે ૧૩૫ કિલોમીચર પ્રતિ કલાકની હોવાની માહિતી મળી છે. સેંકડો વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. પાટનગર જયપુરમાં પણ અસર જાવા મળી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદી છાટ્યા પડ્યા હોવાના પણ અહેવાલ મળ્યા છે. આંધીની કારણે જાનમાલનુ ભારે નુકસાન થયુ છે. વિનાશક આંધીના કારણે અલવરમાં કારથી ભરેલી એક ટ્રેક ઉંઘી વળી ગઇ હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY